શોધખોળ કરો
Advertisement
બીજેપીમાં સામેલ થયા વિદેશ મંત્રી એસ જયશંકર, જેપી નડ્ડાની હાજરીમાં લીધું સભ્યપદ
વિદેશ મંત્રી એસ જયશંકર હાર સંસદના કોઇપણ ગૃહમાં સભ્ય નથી. પાર્ટી તેમને ગુજરાતમાંથી રાજ્યસભા મોકલી શકે છે.
નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે ઔપચારિક રીતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. સંસદ ભવનમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા. એસ જયશંકરે 30 મેના રોજ મોદી સરકારના શપથગ્રહણ સમારોહમાં મંત્રીપંદના શપથ લીધા હતા. જેના 25 દિવસ બાદ તેમણે ભાજપનું સભ્યપદ લીધું છે.
વિદેશ મંત્રી એસ જયશંકર હાર સંસદના કોઇપણ ગૃહમાં સભ્ય નથી. પાર્ટી તેમને ગુજરાતમાંથી રાજ્યસભા મોકલી શકે છે. બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભા ચૂંટણી જીત્યા બાદ રાજ્યસભા સીટ ખાલી પડી છે.
કેબિનેટ મંત્રી બનાવાયેલા એસ જયશંકરે 6 મહિનાની અંદર જ કોઇ પણ ગૃહનો હિસ્સો બનવું પડશે. 1977 બેચના વિદેશ સેવા અધિકારી જયશંકર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં 2015 થી 2018 સુધી વિદેશ મંત્રાલયમાં સચિવ રહ્યા છે. જયશંકર ચીન બાબતોના વિશેષજ્ઞ માનવામાં આવે છે. તેઓ ચીનમાં રાજદૂત તરીકે કાર્ય કરવાનો અનુભવ પણ ધરાવે છે. આ સ્થિતિમાં તેમની સામે પડોશી ચીન સાથેના સંબંધોને મજબૂતી આપવાનો પડકાર પણ હશે.Delhi: External Affairs Minister Subrahmanyam Jaishankar formally joined BJP today in presence of Working President J.P. Nadda, at Parliament House. pic.twitter.com/lyD2Ph05rU
— ANI (@ANI) June 24, 2019
External Affairs Minister Subrahmanyam Jaishankar formally joined BJP today in presence of Working President J.P. Nadda, at Parliament House. (file pics) pic.twitter.com/2RdPJ3Fspx
— ANI (@ANI) June 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement