Fact Check: શું અમૂલે 1.38 લાખ મુસલમાનોને નોકરીમાંથી કાઢી મૂક્યા ? જાણો શું છે વાયરલ મેસેજનું સત્ય
વાયરલ મેસેજમાં આનંદ સેઠ નામની વ્યક્તિને અમૂલના માલિક બતાવવામાં આવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ડેરી કંપની અમૂલ સાથે જોડાયેલ મેસેજ વાયરલ થઈ રહ્ય છે. ટ્વિટર, ફેસબુક અ વોટ્સએપ દ્વારા ફેલવાવમાં આવેલ આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમૂલના મલિક આનંદ શેઠે પોતાની ફેક્ટરીમાંથી 1 લાખ 38 હજાર મુસ્લિમ લોકોને કાઢી મુક્યા છે. ઘણાં યૂઝર્સ આ પોસ્ટને સાચી માનીને સોશિયલ મીડિયા પર શેર પણ કરી રહ્યા છે.
ગુજરાતમાં આણંદમાં આવેલ અમૂલની ઓળખ તેની ડેરી પ્રોડક્ટને કારણે છે અને તે એક જાણીતી ડેરી કંપની છે. કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવાની કોઈપણ પ્રકારની જાણકારી કંપનીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ કે સત્તાવાર વેબસાઈટ પર આપી નથી. ઉપરાંત કોઈ અહેવાલમાં પણ કંપનીના આ નિર્ણયની જાણકારી સામે આવી નથી.
વાયરલ મેસેજનું સત્ય શું
અમૂલના મેનેજિંગ ડાયરેક્ટર આરએસ સોઢીએ અનેક અહેવાલમાં આ દાવાને ફગાવી દીધો છે. સોઢીએ કહ્યું કે, વિતેલા બે વર્ષમાં કંપનીએ પોતાના એક પણ કર્મચારીને નોકરીમાંથી કાઢ્યા નથી અને અમૂલની પાસે 1.38 લાખ કર્મચારી નથી. અમૂલની ફેક્ટરીમાં 16,000થી 17,000 કર્મચારીઓ કામ કરે છે. સોઢી અનુસાર કર્મચારીઓની પસંદગી મેરિટના આધારે થાય છે ને કોઈને કાઢવાના પણ હોય તો તેના માટે કોઈ ધર્મને આધાર બનાવવામાં નહીં આવે.
*अमूल दूध के मालिक आनंद सेठ ने अपने फैक्ट्री से 1 लाख 38 हजार मुस्लिम लोगो को निकाला, कहा देश मे थूक वाला जिहाद देख कर हम लोगो को गंदा दूध, दही, धी नहीं पिला खिला सकते, क्युकी अमूल दूध पिता है इंडिया*
— {ब्रांड हिन्दू} सोनू✍️ (@sonu6076666) July 6, 2021
🙏👆🏿🙏
*अमूल दूध को दिल से आभार ऐसा कदम उठाने के लिए*😇😎
આનંદ સેઠ નામની કોઈ વ્યક્તિ કંપનીની માલિક નથી
વાયરલ મેસેજમાં આનંદ સેઠ નામની વ્યક્તિને અમૂલના માલિક બતાવવામાં આવી રહ્યા છે. સોઢી અનુસાર અમૂલ એક સહકારી સમિતિ છે અને તેનો કોઈ માલિક નથી. તેના માલિક તેની સાથે જોડાયેલ ખેડૂતો છે જે કંપનીને દૂધ સપ્લાય કરે છે. આ ખેડૂતો જુદા જુદા ધર્મો અને સમુદાયોમાંથી આવે છે. આનંદ સેઠ નામની કોઈપણ વ્યક્તિ કંપનીના માલિક, સીઈઓ કે મેનેજમેન્ટનો ભાગ નથી.
અમૂલ એક સહકારી કંપની છે અને તેનો કોઈ માલિક નથી અને તેમાં કામ કરનાર કર્મચારીઓની સંખ્યા પણ અંદાજે 17 હજાર આસપાસ છે. તેની સાથે જ વિતેલા બે વર્ષમાં કોઈપણ કર્મચારીને નોકરીમાંથી કાઢવામાં નથી આવ્યા. એવામાં વાયરલ મેસેજમાં 1.38 લાખ કર્મચારીઓને નોકરીમાંથી કાઢવા સહિતના તમામ દાવા ખોટા છે.