શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
50 વર્ષથી વધારેની ઉંમરનાં લોકોને કોરોનાની રસી આપવા માટે આ મહિને શરૂ થશે રજિસ્ટ્રેશન ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
આ માટે તમે તમારી જરૂરિ વિગતો આપીને કોવિન પર રજિસ્ટ્રેશન કરાવી શકો છો. જોકે આ મામલે હવે સરકારે સ્પષ્ટતા કરી છે.
કોરોના રસીકરણના નામે ફોન કોલ, ઈ મેલ, વોટ્સઅપ અને અન્ય સોશિયલ મીડિયા મંચ દ્વારા કોઈની પણ સાથે તમારી વ્યક્તિગત વિગતો શેર કરવી જોઈએ. સાઈબર ઠગ તેના દ્વારા ફ્રોડ કરી શકે છે. હાલમાં સમગ્ર દેશમાં સૌથી પહેલા કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે અને હવે ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવામાં આવી રહી છે. ત્યારે બાદ 50 વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવશે.
હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, 50 વર્ષથી ઉપરની વ્યક્તિ માટે કોવિન એપર કોરોના રસી માટે રજિસ્ટ્રેશન ફેબ્રુઆરીમાં શરૂ થઈ ગયું છે. આ માટે તમે તમારી જરૂરિ વિગતો આપીને કોવિન પર રજિસ્ટ્રેશન કરાવી શકો છો. જોકે આ મામલે હવે સરકારે સ્પષ્ટતા કરી છે.
સરકાર તરફથી પીઆઈબી એટલે કે સૂચના પ્રસારણ મંત્રાલયના પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટર હેન્ડલ પરથી આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. ટ્વીટને કરીને કહ્યું છે કે, ‘વોટ્સઅપ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે 50 વર્ષથી ઉપરની વ્યક્તિને કોરોના રસી લેવા માટે ફેબ્રુઆરીમાં કોવિન એપ પર રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.’જોકે પીઆઈબીએ આ દાવાને ખોટો ગણાવ્યો છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, આ દાવો એકદમ ખોટો છે અને સરકારે આવો કોઈ જ નિર્ણય હજુ સુધી કર્યો નથી. નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.A #WhatsApp message claims that the inoculation registration on the #CowinApp will open in February for citizens aged above 50.#PIBFactCheck: This claim is #Fake. No such decision has been taken by the Government. Conclusion: FAKE pic.twitter.com/q1y5cWBrqH
— PIB Fact Check (@PIBFactCheck) February 18, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion