શોધખોળ કરો
Advertisement
મોદી સરકારે દેશભરમાં 15 દિવસનું લોકડાઉન લાદવાની કરી જાહેરાત ? મોદી સરકારે શું કહ્યું ?
દેશમાં કોરોનાના કેસો વધતાં ફરી એક વાર લોકડાઉન લદાશે એવી વાતો વહેતી થઈ છે. સોશિયલ મીડિયા પર એક ટીવી ચેનલનો સ્ક્રીન શોટ ફરતો કરીને દાવો કરાઈ રહ્યો છે કે, મોદી સરકારે 15 દિવસનું લોકડાઉન લાદી દીધું છે.
નવી દિલ્લીઃ દેશમાં કોરોનાના કેસો વધતાં ફરી એક વાર લોકડાઉન લદાશે એવી વાતો વહેતી થઈ છે. સોશિયલ મીડિયા પર અત્યારે એવા મેસેજ ફરી રહ્યા છે કે, મોદી સરકારે દેશભરમાં 15 દિવસનું લોકડાઉ લાદવાની જાહેરાત કરી છે પણ મોદી સરકારે સ્પષ્ટતા કરી છે કે, આવો કોઈ નિર્ણય મોદી સરકાર દ્વારા લેવાયો નથી અને દેશમાં લોકડાઉન લદાયું નથી.
સોશિયલ મીડિયા પર એક ટીવી ચેનલનો સ્ક્રીન શોટ ફરતો કરીને દાવો કરાઈ રહ્યો છે કે, મોદી સરકારે 15 દિવસનું લોકડાઉન લાદી દીધું છે. ‘સરકાર કા બડા એલાનઃ બ્રેકિંગ ન્યુઝઃ 15 દિન કા લોકડાઉન’ એવા સમાચાર એક ટીવી ચેનલ દ્વારા મોદીના ફોટા સાથે અપાયા હોય એવો સ્ક્રીન શોટ ફરતો કરાયો છે.
આ વાયરલ મેસેજમાં નીચે પણ લખાયું છે કે, ‘સરકાર કા બડા ફૈસલાઃ 15 દિન કા લગેગા લોકડાઉન’.
મોદી સરકા વતી પ્રેસ ઈન્ફર્મેશ બ્યુરોએ ફેક્ટ ટેક ટ્વિટર હેન્ડલ દ્વારા આ સમાચારને ફેક એટલે કે ખોટા ગણાવ્યા છે. પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા ટ્વિટ કતરીને કહેવાયું છે કે, સોશિયલ મીડિયા પર એક ફોટોમાં દાવો કરાઈ રહ્યો છે કે, કેન્દ્ર સરકારે દેશભરમાં 15 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. #PIBFactCheck આ દાવાને ખોટો ગણાવે છે. કેન્દ્ર સરકારે દેશમાં લોકડાઉન લાદવાની આવી કોઈ જાહેરાત કરી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion