શું પીએમ મોદી ટીવી પર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો ઉપદેશ સાંભળતા જોવા મળ્યા હતા? જાણો વાયરલ વીડિયોનું સત્ય
પીએમ મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વીડિયો વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે વડાપ્રધાન બાગેશ્વર ધામ સરકાર ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રીનું પ્રવચન જોઈ અને સાંભળી રહ્યા છે.
Fact Check: પીએમ મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વીડિયો વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે વડાપ્રધાન બાગેશ્વર ધામ સરકાર ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રીનું પ્રવચન જોઈ અને સાંભળી રહ્યા છે. પરંતુ શું આ દાવો સાચો છે કે ખોટો? એ જાણવા માટે કેન્દ્ર સરકારની એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (પીઆઇબી)ની ફેક્ટ ચેક વિંગે આ દાવાની તપાસ કરી. પીઆઈબીની ફેક્ટ ચેક વિંગે આ દાવાની તપાસ કરી હતી. પીઆઈબી ફેક્ટ ચેકે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ સંદર્ભે માહિતી શેર કરી છે. જ્યારે આ સમાચારની સત્યતા PIB દ્વારા તપાસવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ સમાચાર નકલી છે. જે બાદ પીઆઈબી દ્વારા ટ્વિટ કરીને કહેવામાં આવ્યું કે આ ફોટો ફેક છે અને તેને એડિટ કરવામાં આવ્યો છે. પીઆઈબીને કહેવામાં આવ્યું કે આ વીડિયો 22 જુલાઈ, 2019નો છે, જેમાં વડાપ્રધાન ચંદ્રયાન-2 લોન્ચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહ્યા છે. જણાવીએ કે આ પહેલીવાર નથી. જ્યારે પીએમ મોદી વિશે આવા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. હકીકતમાં આ પહેલા પણ વડાપ્રધાનનો આ પ્રકારનો વીડિયો વાયરલ થઈ ચૂક્યો છે.
सोशल मीडिया पर प्रधानमंत्री @narendramodi का एक फ़र्ज़ी वीडियो शेयर किया जा रहा है।#PIBFactCheck
🔸 शेयर किया जा रहा वीडियो #Morphed है।
🔸 सही वीडियो 22 जुलाई, 2019 का है जिसमें प्रधानमंत्री चंद्रयान-2 लॉन्च का सीधा प्रसारण देख रहें हैं। pic.twitter.com/k44KNsMDyL— PIB Fact Check (@PIBFactCheck) June 5, 2023
PIB ફેક્ટ ચેક શું છે?
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
ઇન્ટરનેટ પર પ્રચલિત ખોટી માહિતી અને નકલી સમાચારોને રોકવા માટે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેક્ટ-ચેકિંગ આર્મ ડિસેમ્બર 2019માં શરૂ કરવામાં આવી હતી. વેબસાઈટ દાવો કરે છે કે "વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાલતી સરકારી નીતિઓ અને યોજનાઓ સંબંધિત ખોટી માહિતીને ઓળખવામાં આવે છે".