શું મોદી સરકાર 75થી મોટી ઉંમરના વૃદ્ધોનું પેન્શન બંધ કરી દેશે ? જાણો શું છે હક્કીત
સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં કેન્દ્ર સરકાર 70-75 વર્ષની ઉંમર બાદ પેશ્શન બંધ કરી દેશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં લાખો લોકો પેન્શન પર નભતા હોય છે. સોશિયલ મીડિયા અવારનવાર કોઈને કોઈ ખબર કે મેસેજ વાયરલ થતા હોય છે. જેમાંના ઘણી ખબર ભ્રામક હોય છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં કેન્દ્ર સરકાર 70-75 વર્ષની ઉંમર બાદ પેશ્શન બંધ કરી દેશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
વાયરલ મેસેજમાં શું લખવામાં આવ્યું છે
બર્તમાન પત્રિકા અને બાબુશાહી ડોટ કોમ પર પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર 70-75 વર્ષની વય બાદ પેન્શન બંધ કરવાનું વિચારી રહી છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે નાણા મંત્રાલયને ટેગ કરીને લખ્યું આવી કોઈ દરખાસ્ત આવી નથી.
Bartaman Patrika & https://t.co/dtMrEOYdpl have falsely reported that a proposal to stop the pension of Central Govt pensioners after the age of 70-75 years, is under consideration#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) September 23, 2021
▶️@FinMinIndia & @DOPPW_India has neither moved nor contemplating any such proposal pic.twitter.com/mrNuBn66xy
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.