શું તમારી પાસે પણ 500 રૂપિયાની આવી નોટ છે ? જાણો રિઝર્વ બેંકે શું કર્યો ખુલાસો
મેસેજ વાયરલ થયા બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, આ દાવો ફેક છે. આરબીઆઈ અનુસાર બંને પ્રકારની નોટમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો, તેથી જો તમારી પાસે 500 રૂપિયાની આવી નોટ હોય તો તમારે ગભરાવાની જરૂર નથી.
નવી દિલ્હીઃ નોટબંધી બાદ મોદી સરકારે 500 અને 2000 રૂપિયાની નવી નોટ બજારમાં મુકી છે. એટીએમમાંથી પણ 500 રૂપિયાની નોટો જ વધારે નીકળી રહી છે. સોશિયલ મીડિયા પર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની કેટલીક ભ્રામક પણ હોય છે. આવો જ એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં 500 રૂપિયાની નોટને લઈ પણ આવી જ ખબર વાયરલ તઈ છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 500 રૂપિયાની નોટમાં લીલી પટ્ટી આરબીઆઈ ગર્વનરના સિગ્નેચરની પાસે ન હોય અને ગાંધીજીની તસવીર પાસે હોય તો તેવી નોટ ન લેવી જોઈએ.
મેસેજ વાયરલ થયા બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, આ દાવો ફેક છે. આરબીઆઈ અનુસાર બંને પ્રકારની નોટમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો, તેથી જો તમારી પાસે 500 રૂપિયાની આવી નોટ હોય તો તમારે ગભરાવાની જરૂર નથી.
થોડા સમય પહેલા 5, 10 અને 100 રૂપિયાની જૂની નોટ બંધ થવાનો દાવો કરવામાં આયો હતો. જેન પણ પીઆઈબી ફેક્ટ ચેકે ખોટો ગણાવ્યો હતો. આ મેસેજને લઈ પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું આઈબીઆઈએ આવી કોઈ જાહેરાત કરી નથી. 5,10 અને 100 રૂપિયાની જૂની નોટ બંધ કરવાના અહેવાલ ખોટા છે. જૂની અને નવી બંને નોટો ચલણમાં જ રહેશે.
दावा: ₹500 का वह नोट नहीं लेना चाहिए जिसमें हरी पट्टी आरबीआई गवर्नर के सिग्नेचर के पास न होकर गांधीजी की तस्वीर के पास होती है।#PIBFactCheck: यह दावा #फ़र्ज़ी है। @RBI के अनुसार दोनों ही तरह के नोट मान्य होते हैं।
अधिक जानकारी के लिए यहाँ जाएं: https://t.co/DuRgmS0AkN pic.twitter.com/2buOmR4iIv — PIB Fact Check (@PIBFactCheck) June 25, 2021
500 રૂપિયાની નોટમાં કયા ફીચર્સ હોય છે
500ની ચલણી નોટમાં કુલ 17 ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચર્સ વિશે જેને જાણકારી હોય છે તે ક્યારેય છેતરાઈ ન શકે. તમારા હાથમાં 500ની નોટ આવે એટલે તુરંત ચકાસી લેવા આ 17 ફીચર્સ.
- નોટમાં સામેની તરફ ડાબી બાજુ 500 અંગ્રેજીમાં લખેલા હશે.
- તેની નીચે એક લેટેંટ ઈમેજ હશે.
- દેવનાગરીમાં 500 રૂપિયા લખેલું હશે.
- મહાત્મા ગાંધીનો ફોટો ધ્યાનથી જોઈ લેવો.
- નોટ થોડી વાળો ત્યારે સિક્યોરિટી થ્રેડમાં ગ્રીન અને બ્લૂ રંગ બદલતા જોવા મળશે.
- રિઝર્વ બેન્કના લોગો પર ગવર્નરના હસ્તાક્ષર હશે.
- ખાલી જગ્યામાં વોટરમાર્ક તરીકે ગાંધીજીની ફોટો અને અંગ્રેજીમાં 500 લખેલા દેખાશે.
- નંબર પેનલમાં જે નંબર લખેલા હશે તે ડાબીથી જમણી તરફ નાનાથી મોટા થતા જોવા મળશે.
- ડાબી તરફ 500 લીલા રંગમાં દેખાશે જ્યારે બીજી તરફ ફેરવવાથી તે બ્લૂ રંગના દેખાશે.
- જમણી તરફ અશોક સ્તંભનો ફોટો હશે.અશોક સ્તંભની ઉપર દ્રષ્ટિબાધિત લોકોની ઓળખ માટે 500 લખેલા હશે.
- દ્રષ્ટિબાધિત લોકો માટે તેમાં 5 લાઈન છે.
- નોટની પાછળ ડાબી તરફ નોટની છાપણીનું વર્ષ લખેલું હશે.
- સ્વચ્છ ભારતનો લોગો અને સ્લોગન હશે.
- અલગ અલગ ભાષામાં 500 લખેલા હશે.
- ભારતીય ત્રિરંગા સાથે લાલ કિલાની તસવીર હશે.
- જમણી તરફ સૌથી ઉપર દેવનાગરીમાં 500 લખેલું હશે.