કેન્દ્ર સરકારે ફેમિલી પેન્શન મુદ્દે નિયમોનું પાલન કરવા બેંકોને શું આપ્યો આદેશ, જાણો શું છે નવા નિયમો ?
કોરોનાની મહામારી દરમિયાન કેન્દ્રીય કર્મચારીનું મૃત્યુ થાય તો ફેમિલી પેન્શન માટે મૃતક કર્મીના પરિવારે પરેશાન ન થવું માટે કેટલાક નિયમોનો સરળ બનાવ્યાં છે. જાણો શું છે નિયમો
Family pansion: કેન્દ્ર સરકારે કોવિડની મહામારીમાં કર્મચારીનું મૃત્ય થાય તો ફેમિલી પેન્શનના નિયમોને સરળ બનાવ્યા છે. જેથી ફેમિલી પેન્શન સરળતાથી મળી શકે. જાણીએ સરકારે ફેમિલી પેન્શન સરળતાથી મળે માટે ક્યાં કયાં નિયમોમાં ફેરફાર કર્યાં છે.
પહેલા કેન્દ્રીય કર્મચારીનું મૃત્યુ થાય તો અનેક ડોક્યુમેન્ટ રજૂ કરવા પડતાં હતા અને લાંબી પ્રક્રિયામાંથી પસાર થાય બાદ કાર્યલય પર એક ટેબલ પરથી બીજા ટેબલ પર ફાઇલો ફરતી રહેતી હતી અને લાંબા સમય સુધી પરિવારને સરકારી કચેરીના ધક્કા ખાવા પડતાં આ સ્થિતિને નિવારવા માટે કેન્દ્ર સરકારે ફેમિલી પેન્શનના નિયમોને સરળ કરી દીધાં છે. આ અંગે કેન્દ્ર સરકારે બેન્કને પણ સૂચના આપી દીધી છે. મહામારીમાં મૃત્યુ પામેલા કર્મીના પરિજનને ઝડપથી અને સરળતાથી ફેમિલિ પેન્શનનો લાભ મળે તે માટે કેન્દ્રે સરકારે જોગાવાઇ કરી છે.
કેન્દ્રીય ડોક્ટર જિતેન્દ્ર સિંહે જાહેરાત કી હતી કે. કોવિડને ધ્યાનમાં લેતા ફેમિલી પેન્શનના નિયમોને સરળ બનાવવામાં આવ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે, હવે ઔપચારિકતાઓ અને પ્રક્રિયાઓની રાહ જોયા વિના હવે પરિવારના પેન્શન મેળવવાપાત્ર સભ્યોને અસ્થાયી રૂપે ફેમિલી પેન્શનની સ્વીકૃતિ આપવામાં આવશે. તેના માટે તેમને ફક્ત નોકરિયાત કેન્દ્રીય કર્મચારીના મૃત્યુનુ પ્રમાણ પત્ર અને પારિવારક પેન્શન માટે ક્લેમ કરવાનો રહેશે. માત્રા આ બે જ દસ્તાવેત રજૂ કર્યાં બાદ ફેમિલિ પેન્શનની સ્વીકૃતિ આપવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, આ જોગવાઇ કોવિડ મહામારી દરમિયાન થયેલી મોત માટે લાગુ થાય છે. મોત કોવિડના કારણે થયું હોય કે અન્ય કારણોસર થયું હોય પણ આ નિયમ લાગુ પડશે. CCS (Pension) Rules 1972ના નિયમ 80 (A) અનુસાર, સરકારી કર્મચારીની સેવા દરમિયાન મૃત્યુ થવા પર પરિવારના પાત્ર સભ્યને અંતિમ અસ્થાયી પેન્શનની સ્વીકૃતિ આપી શકાય છે.