શોધખોળ કરો
Advertisement
Farmers Protest: મહારાષ્ટ્રના રાજ્યપાલ પાસે કંગનાને મળવાનો સમય છે, ખેડૂતો માટે નથીઃ શરદ પવાર
એનસીપી સુપ્રીમોએ કહ્યું, દેશભરમાં શાંતિપૂર્ણ રીતે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. રાજ્યપાલ પાસે કંગના રનૌતને મળવાનો સમય છે, પરંતુ આંદોલન કરી રહેલા ખેડૂતોને મળવાનો સમય નથી.
મુંબઈઃ કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે બે મહિનાથી દિલ્હીની વિવિધ બોર્ડર પર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન આજે ખેડૂતોના સમર્થનમાં મહારાષ્ટ્રમાં રેલી યોજાઈ હતી. મુંબઈના આઝાદ મેદાનમાં યોજાયેલી રેલીમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. જેમાં પૂર્વ કેન્દ્રીય કૃષઇ મંત્રી અને એનસીપી સુપ્રીમો શરદ પવાર સહિત અનેક નેતા સામેલ થયા હતા. આ દરમિયાન શરદ પવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
શરદ પવારે કહ્યું કે, કેન્દ્રએ ચર્ચા વગર કૃષિ કાનૂન પાસ કરી દીધા. જે બંધારણની સાથે મજાક છે. જો માત્ર બહુમતના આધારે કાનૂન પાસ કરશો તો ખેડૂત તમને ખત્મ કરી દેશે. આ માત્ર શરૂઆત છે. મહારાષ્ટ્રમાં કોઈ પણ એવા રાજ્યપાલ નથી આયા, જેમની પાસે ખેડૂતોને મળવાનો સમય ન હોય.
એનસીપી સુપ્રીમોએ કહ્યું, દેશભરમાં શાંતિપૂર્ણ રીતે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. રાજ્યપાલ પાસે કંગના રનૌતને મળવાનો સમય છે, પરંતુ આંદોલન કરી રહેલા ખેડૂતોને મળવાનો સમય નથી.
આ દરમિયાન બીજેપી નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે, શરદ પવારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના વિરોધમાં ભાષણ આપ્યું. પણ બારામતી જિલ્લામાં હોર્ડિંગ લાગેલા છે, જેમાં લખવામાં આવ્યું છે- બારામતી એગ્રો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બાય રોહિત પવાર.
નવ ગ્રહોનો આ છે સૌથી સરળ એકાક્ષરી મંત્ર, જાપથી વધારો સકારાત્મકતા
Puja Path: ભય, સંકટ અને શત્રુઓથી મુક્તિ મેળવવા ઈચ્છતા હો તો કરો કાળ ભૈરવની પૂજા, જાણો પૂજાનો દિવસ અને મંત્ર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement