શોધખોળ કરો
Advertisement
Farmers Protest: ખેડૂત આંદોલનનો આજે 19મો દિવસ, દિલ્હીની તમામ બોર્ડર પર શરૂ થયા અનશન
ખેડૂતો આજે સવારે 8.00થી સાંજે 5.00 વાગ્યા સુધી એક દિવસની ભૂખ હડતાળ કરશે.
નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો આજે 19મો દિવસ છે. દિલ્હીની સરહદો પર બધા જ ખેડૂત સંગઠનો ઉપવાસ કરશે. ખેડૂતો આજે સવારે 8.00થી સાંજે 5.00 વાગ્યા સુધી એક દિવસની ભૂખ હડતાળ કરશે. ખેડૂતોના આંદોલનને ડામવા માટે કેન્દ્ર સરકારે કવાયત હાથ ધરી છે, જેના ભાગરૂપે દિલ્હીની સરહદો પર મોટી સંખ્યામાં સલામતી દળના જવાનોને ખડકી દેવાયા છે. વધુમાં કેન્દ્ર સરકારે કૃષિ કાયદાના સમર્થનમાં ખેડૂત સંમેલનો યોજવાનું શરૂ કર્યું છે.
16 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી
સુપ્રીમ કોર્ટ 16 ડિસેમ્બરે કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધમાં દિલ્હીની વિવિધ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને તાત્કાલિક હટાવવાની અરજી પર સુનાવણી કરશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રસ્તો બંધ હોવાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેનાથી કોવિડ-19ના મામલામાં વધારો થઈ શકે છે
રાજકીય પક્ષોનું સમર્થન
ખેડૂતોની ભૂખહડતાળને રાજકીય પક્ષોએ પણ સમર્થન આપ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલે ખેડૂતોની સાથે એક દિવસનો ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી. તેમણે દેશવાસીઓને પણ એક દિવસના ઉપવાસમાં જોડાવા અપીલ કરી છે.
ખેડૂતોના આંદોલનના સમર્થનમાં પંજાબના નાયબ ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી, જેલ) લખમિંદર સિંહે રવિવારે નવા કૃષિ કાયદાના વિરોધમાં અને ખેડૂતોના આંદોલનના સમર્થનમાં તેમના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું.
Solar Eclipse 2020: આજે સૂર્યગ્રહણમાં બની રહ્યો છે આ અશુભ યોગ, રહેજો સાવધાન, જાણો વિગતે
રાજ્યમાં કડકડતી ઠંડીના એંધાણ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતાં થશે ઠંડીનો અનુભવ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion