(Source: ECI/ABP News/ABP Majha)
લીના મણિમેકલાઇનું વધુ એક વિવાદિત ટ્વીટ, ભગવાન શિવ અને માતા પાર્વતીને પણ સિગારેટ પીતા બતાવ્યા, જુઓ
લીના મણિમેકલાઇએ ગુરુવારે સવારે 7.15 વાગે ટ્વીટ કરીને એક તસવીર શેર કરી, આ ટ્વીટ પર તેને લખ્યું- ક્યાંય બીજે. વળી આ ટ્વીટમાં જે તસવીરને લીનાએ શેર કરી છે,
Kaali Controversy: કાલી માં (Kaali) વિવાદને જન્મ આપનારી ફિલ્મ ડાયરેક્ટર લીના મણિમેકલાઇ (Leena Manimekalai)એ એકવાર ફરીથી વિવાદિત ટ્વીટ કર્યુ છે. લીનાએ આ ટ્વીટમાં ભગવાન શિવ (Bhagwan Ram) અને માં પાર્વતી (Maa Parvati)ને ધૂમ્રપાન (Smoking) કરતા બતાવ્યા છે. લીનાના આ ટ્વીટ પર લોકો તેને વધુ નિશાન લઇ રહ્યાં છે.
લીના મણિમેકલાઇએ ગુરુવારે સવારે 7.15 વાગે ટ્વીટ કરીને એક તસવીર શેર કરી, આ ટ્વીટ પર તેને લખ્યું- ક્યાંય બીજે. વળી આ ટ્વીટમાં જે તસવીરને લીનાએ શેર કરી છે, તેમાં ભગવાન શિવ અને માં પાર્વતીનો રૉલ પ્લે કરનારા બે શખ્સ સિગારેટ પીતા દેખાઇ રહ્યાં છે. લીનાના આ ટ્વીટ પર સામાન્ય લોકોથી લઇને રાજનેતાઓમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.
આ જાણીજોઇને ઉકસાવનારો કેસ છે - બીજેપી
બીજેપી નેતા શહજાદ પૂનાવાલાએ લીનાના આ ટ્વીટ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, આ રચનાત્મક અભિવ્યક્તિ વિશે નહીં પરંતુ આ જાણીજોઇને ઉકસાવનારો કેસ છે. તેમને આગળ લખ્યું- હિન્દુઓને ગાળો આપવી - ધર્મનિરપેક્ષતા ? હિન્દુ આસ્થાનુ અપમાન- ઉદારવાદ ? લીનાનો હોંસલો માત્ર એટલા માટે વધી રહ્યો છે, કેમ કે તેને ખબર છે કે લેફ્ટ પાર્ટીઓ, કોંગ્રેસ, ટીએમસી તેમને સપોર્ટ કરશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી મહુઆ મોઇત્રા પર એક્શન નથી લેવામાં આવી, બસ તેના નિવેદનથી દુરી બનાવી લીધી છે.
Elsewhere…. pic.twitter.com/NGYFETMehj
— Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022
કાળી પૉસ્ટરથી શરૂ થયો હતો વિવાદ -
ઉલ્લેખનીય છે કે, લીના મણિમેકલાઇ તે જ વ્યક્તિ છે, જેને કાલી વિવાદને જન્મ આપ્યો હતો. લીનાએ ફિલ્મ કાળીનું પૉસ્ટર ટ્વીટ કર્યુ હતુ. આ ટ્વીટમાં માં કાલીને સિગારેટ પીતા બતાવવામાં આવ્યા હતા. લીનાના આ ટ્વીટ પર વિવાદને વધતો જોઇને ટ્વીટરના પ્રૉડ્યૂસર ડાયરેક્ટરે લીના મણિમેકલાઇની આ પૉસ્ટને હટાવી દીધી હતી.
આ પણ વાંચો..........
ધૂમ સ્ટાઈલમાં ચોરીઃ બાઈક પર આવેલા બે શખ્સો ચાલુ ટ્રકમાંથી ચોરી કરી ફરાર, જુઓ વીડિયો
DRDO Recruitment 2022: Scientist ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ કરી શકશે અરજી?
IND vs ENG Playing-11: ઇગ્લેન્ડ સામે ટી-20 સીરિઝમાં અજેય છે ટીમ ઇન્ડિયા, છ વર્ષમાં જીતી ત્રણ સીરિઝ
સૌરાષ્ટ્રના આ તાલુકામાં જળબંબાકાર, 24 કલાકમાં સાંબેલાધાર 13 ઇંચ વરસાદ ખાબક્યો
આ ધારાસભ્યે 58 વર્ષની વયે પાસ કરી દસમા ધોરણની બોર્ડની પરીક્ષા, પાસ થતાં જ સૌથી પહેલાં શું કર્યું ?