શોધખોળ કરો
દિલ્લી: 85 લોકોની ખોટી ભરતી પર DCWની અધ્યક્ષ માલીવાલ વિરુદ્ધ કેસ નોંધાયો

નવી દિલ્લી: એંટી કરપ્શન બ્યુરો (એસીબી)એ દિલ્લી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલ પર પ્રિવેંશન ઑફ કરપ્શન એક્ટ પ્રમાણે કેસ નોંધ્યો છે. માલીવાર પર ગેરકાયદેસર 85 લોકોની ખોટી રીતે આયોગમાં ભર્તી કરવાનો આરોપ છે. જ્યારે બીજી બાજુ, આ મામલામાં હવે દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાને નોટિસ મોકલવામાં આવશે અને તેમને ACB ઑફિસ બોલાવવામાં આવશે. એસબીએ સ્વાતિ માલિવાલ વિરુદ્ધ એફઆઈઆર નોંધતા પ્રિવેંશન ઑફ કરપ્શન એક્ટ 13, 409 IPC 120B પ્રમાણે કેસ નોંધ્યો છે. એસીબી ચીફ મુકેશ કુમાર મીણાએ આ વાતની પુષ્ટિ કરી છે.
વધુ વાંચો





















