શોધખોળ કરો
Advertisement
બેન્ક કૌભાંડઃNCP નેતા અજિત પવાર સહિત 76 અન્ય વિરુદ્ધ FIR, બોમ્બે હાઇકોર્ટે આપ્યા હતા નિર્દેશ
નોંધનીય છે કે આ અગાઉ બોમ્બે હાઇકોર્ટે મુંબઇ પોલીસને એનસીપી નેતા સહિત તમામ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવાના નિર્દેશ આપ્યા હતા.
મુંબઇઃ મહારાષ્ટ્રના ચર્ચિત સહકારી બેન્ક કૌભાંડ મામલામાં મુંબઇ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ હેઠળ રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અજિત પવાર અને 76 અન્ય લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે. મુંબઇ પોલીસની આર્થિક અપરાધ શાખાએ આ એફઆઇઆર દાખલ કરી છે. નોંધનીય છે કે આ અગાઉ બોમ્બે હાઇકોર્ટે મુંબઇ પોલીસને એનસીપી નેતા સહિત તમામ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવાના નિર્દેશ આપ્યા હતા.
કોર્ટે આ મામલા સાથે જોડાયેલી એક અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, પવાર અને અન્ય આરોપીઓ વિરુદ્ધ મામલામાં પ્રથમ દ્રષ્ટિએ વિશ્વસનીય પુરાવા છે. ગયા ગુરુવારે મામલા પર સુનાવણી દરમિયાન જસ્ટિસ એસસી ધર્માધિકારી અને જસ્ટિસ એસકે શિંદેએ ઇઓડબલ્યૂને આગામી પાંચ દિવસની અંદર એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. પૂર્વ ઉપમુખ્યમંત્રી અજિત પવાર સિવાય મામલાના અન્ય આરોપીઓમાં એનસીપી નેતા જયંત પાટિલ તથા રાજ્યના 34 જિલ્લાના વિવિધ વરિષ્ઠ સહકારી બેન્કના અધિકારીઓ સામેલ છે.
આરોપીઓની મિલિભગતથી વર્ષ 2007થી વર્ષ 2011 વચ્ચે એમએસસીબીએ કથિત રીતે લગભગ 1000 કરોડ રૂપિયાનું નુકસાન થયાનો આરોપ છે. નાબાર્ડે તેનું નીરિક્ષણ કર્યું અને તપાસ આયોગને મહારાષ્ટ્ર સહકારી સોસાયટી અધિનિયમ હેઠળ એક એફઆઇઆર દાખલ કરી છે. એફઆઇઆરમાં પવાર તથા બેન્કના અનેક નિર્દેશકો સહિત અન્ય આરોપીઓને નુકસાન માટે જવાબદાર ઠેરવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યુ હતું કે, તેમના નિર્ણયો, કાર્યવાહી અને નિષ્ક્રિયતાને કારણે બેન્કને નુકસાન થયું છે.Economic Offences Wing (EOW) of the Mumbai Police files FIR against Nationalist Congress Party (NCP) leader, Ajit Pawar & 76 others in connection with Maharashtra State Co-op. Bank scam case. (file pic) pic.twitter.com/gtuYOHwHKq
— ANI (@ANI) August 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion