શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
OMG: અહીંના લોકોને જબરદસ્તીથી ખવડાવવામાં આવે છે જીવતી માછલી, જાણો કેમ?
નવી દિલ્હી: અત્યાર સુધી તમે તુલસી, લીમડો અથવા પપૈયાના પાંદડાથી સારવાર થતી સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે માછલીથી પણ સારવાર થઈ શકે છે. પરંતુ વાત એકદમ સાચી છે, અમે તમને જણાવી દઈએ કે, હૈદરાબાદના નામપલ્લી સ્ટેશનની કહાની કંઈક અલગ છે. અહીં લગભગ 150 વર્ષોથી જીવતી માછલીના પ્રસાદથી અસ્થમા જેવી બિમારીની સારવાર કરવામાં આવે છે.
હૈદરાબાદમાં દર વર્ષે જૂન મહીનામાં દમની બિમારીથી પીડાતા લોકોને જીવતી માછલીનો પ્રસાદ વહેંચવામાં આવે છે. હૈદરાબાદના નામપલ્લીન સ્ટેશન પર આ પ્રસાદ પહેંચવામાં આવે છે. ગર વર્ષે અહીં હજારો લોકો આ બિમારીની સારવાર માટે આવે છે. આ ઉપચાર મરલ પ્રજાતિની માછલી મારફતે કરવામાં આવે છે. આ માછલી લગભગ 5 સેંટીમીટર લાંબી હોય છે. હૈદરાબાદના ચાર મીનાર વિસ્તારમાં રહેનાર ગૌડ પરિવાર લગભગ 150 વર્ષોથી ‘મરલ માછલી’ના પ્રસાદથી અસ્થમાનો ઈલાજ કરવામાં આવે છે. આ માછલીને પીળા રંગના પ્રસાદની સાથે આપવામાં આવે છે. આ માછલીના પ્રસાદ માટે બાળકોથી માંડી ઘરડા લોકો લાઈન લગાવી ઉભા રહે છે.
તમને જાણીને હેરાન રહેશો કે, સરકાર પણ આ અનોખી પરંપરામાં વિશ્વાસ રાખે છે અને આ સમગ્ર આયોજનમાં સહયોગ પણ આપે છે. ડૉક્ટર અને વૈજ્ઞાનિકો આ પ્રથાને અંધવિશ્વાસ માને છે પરંતુ દર વર્ષે અહીં દર્દીઓની સંખ્યા વધતી જાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion