શોધખોળ કરો
Advertisement
મધ્યપ્રદેશ: કોરોના વાયરસથી પાંચ લોકોના મોત, સંક્રમિત દર્દીઓની સંખ્યા 66 થઈ
મધ્યપ્રદેશમાં કોરોના વાયરસથી પીડિત એક મહિલાના મોત બાદ મધ્યપ્રદેશમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પાંચ થઈ છે.
ભોપાલ: મધ્યપ્રદેશમાં કોરોના વાયરસથી પીડિત એક મહિલાના મોત બાદ મધ્યપ્રદેશમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પાંચ થઈ છે. મધ્યપ્રદેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 47 હતી જે વધીને 66 પર પહોંચી છે. મધ્યપ્રદેશમાં કેસનો વધારો થતા સરકારની ચિંતા વધી ગઈ છે.
કાલે ઈન્દોરથી 40 શંકાસ્પદોના સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 17 સેમ્પલ કોરોના પોઝિટવ મળ્યા છે. માત્ર ઈન્દોરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવની સંખ્યા 27થી વધીને 44 થઈ છે. અત્યાર સુધીમાં આ કોરોના વાયરસની મહામારીથી ઉજ્જૈનમાં બે અને ઈન્દોરમાં ત્રણના મોત થયા છે.
સારા સમાચાર એ છે કે જબલપુર, ગ્વાલિયર અને શિવપુરીમાં દર્દીઓની હાલતમાં સુધારો જોવા મળી રહ્યો છે, પરંતુ ઈન્દોર અને ઉજ્જૈનમાં પરિસ્થિતિ ઠીક નથી. અહી કોરોના વાયરસ પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિતની સંખ્યા 1400ને પાર પહોંચી છે. આ ખતરનાક વાયરસથી દેશમાં 32 લોકોના મોત થયા છે, જ્યારે 140 લોકો સારવાર લઈ સાજા થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement