શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ચોમાસું સત્ર શરું થાય તે પહેલા જ પાંચ સાંસદ કોરોના પોઝિટિવ, સાવચેતી માટે સંસદમાં વધારાઈ સુરક્ષા
સોમવારથી શરુ થઈ રહેલા સંસદ સંત્ર પહેલા 5 સાંસદોનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.
નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે સોમવારથી શરુ થઈ રહેલા સંસદ સંત્ર પહેલા 5 સાંસદોનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.સૂત્રો અનુસાર જે સાંસદોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેમાં મહિલા સાંસદ પણ સામેલ છે. જો કે, તેની વચ્ચે સદનના સંચાલન માટે સાવચેતીના કડક પગલા લેવામાં આવી રહ્યાં છે.
કોરોનાથી બચવા માટે બન્ને સદનોના સાંસદો અને તેના સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. તે સિવાય સુરક્ષા કર્મીઓ, લોકસભા તથા રાજ્યસભા કર્મીઓ અને મીડિયા પ્રતિનિધિઓનો પણ કોરોનના ટેસ્ટ થઈ રહ્યો છે. સાંસદોને કોરોના સુરક્ષા વિશે વધુ જાણકારી આપવા લોકસભા સચિવાલય અખિલ ભારતીય આર્યુવવિજ્ઞાન સંસ્થાન(એમ્સ)ની મદદ લઈ રહ્યું છે.
સંસદનું ચોમાસુ સત્ર આ વખતે 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાલશે. 18 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ વખતે લોકસભા અને રાજ્યસભા બે પાળીમાં ચાલશે, દરરોજ સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી રાજ્યસભા સત્ર ચાલશે. તેના બાદ બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. વચ્ચેના બે કલાકમાં સંસદને સેનેટાઈઝ કરવામાં આવશે. કોવિડ-19ના કારણે સંસદ સત્રમાં ભાગ લેનારા તમામ સાંસદો અને રાજ્યસભા કર્મચારીઓને RT-PCR કોરોના ટેસ્ટ કરાવવું પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સુરત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion