Jagannath Temple viral video: જગન્નાથ મંદિરના શિખર પર ઇગલનું ઝુંડ, ભવિષ્યવાણીની ફરી ચર્ચા, વીડિયો વાયરલ
Jagannath Temple viral video:જગન્નાથ ધામ મંદિરના શિખર પર ઇગલનું ઝુંડ ગોળ ફરતું જોવા મળ્યું હતું. આ દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ભવિષ્યવાણી અને એક ચેતવણી માની રહ્યાં છે.

Jagannath Temple eagle viral video:Jagannath Temple eagle viral video:શુક્રવારે ઓડિશાના પુરી જગન્નાથ ધામ મંદિર ઉપર ગરુડનું ઝૂંડ ફરતું જોવા મળતા, આ દૃશ્યને કેમેરામાં કેદ કરી લીધું હતું, હવે આ દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુો છે. સ્થાનિક લોકો તેને ભવિષ્યની ભવિષ્યવાણીઓ સાથે જોડી રહ્યા છે.
કેટલાક લોકો તેને ભગવાન તરફથી દૈવી સંકેત માને છે અને કેટલાક ચેતવણી, જ્યારે મંદિરના અધિકારીઓ તેને માત્ર એક કુદરતી ઘટના માને છે, આ ઘટનાથી ફરી એકવાર નીલચક્ર સાથે સંકળાયેલા શુકન, માન્યતાઓ અને રહસ્યો વિશે વર્ષો જૂની ચર્ચાઓ ફરી શરૂ થઈ છે.
જગન્નાથ ધામમાં ગરુડનો વીડિયો વાયરલ
તાજેતરમાં, જગન્નાથ મંદિર ઉપર ઉડતા ગરુડના એક વીડિયોએ અનેક તર્ક વિતર્કને જન્મ આપ્યો છે, જે તેમને હિન્દુ પૌરાણિક કથાઓ, સ્થાનિક માન્યતાઓ અને ભવિષ્ય માલિકાની ચેતવણીઓ સાથે જોડે છે.આનું કારણ એ છે કે, વાયરલ વીડિયોમાં સેંકડો પક્ષીઓ નીલ ચક્ર ઉપર ચક્કર લગાવતા દેખાય છે.
ભવિષ્ય માલિકા,ભવિષ્યવાણીનું એક પુસ્તક છે. જે 1400 ના દાયકામાં પાંચ ઓડિશા સંતો, જેમને પંચસખા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના દ્વારા ભગવાન જગન્નાથના માર્ગદર્શન હેઠળ લખાયેલ ભવિષ્યવાણી ગ્રંથ છે. મૂળ તાડના પાંદડા પર લખાયેલ, ભવિષ્ય માલિકા ભવિષ્ય સાથે સંબંધિત અજ્ઞાત અને રહસ્યમય ઘટનાઓનું વર્ણન કરે છે. તેમાં કલિયુગના અંત અને સત્ય યુગની શરૂઆતનો પણ ઉલ્લેખ છે.
પક્ષીઓનું આવવું કુદરતી આફતનો સંકેત?.
ભવિષ્ય માલિકા ગ્રંથ મુજબ, મંદિરના ધ્વજસ્તંભ પર ગરુડ જેવા પક્ષીઓનો વારંવાર દેખાવા એ કુદરતી આફત અથવા યુદ્ધ જેવી મોટી સમસ્યાનો સંકેત હોઈ શકે છે. આ વાત અસામાન્ય લાગે છે, પરંતુ એવું પણ માનવામાં આવે છે કે ,ગરુડના રક્ષણને કારણે જ આ મંદિરની ઉપર ક્યારેય પક્ષીઓ ઉડતા નથી.
જ્યારે કેટલાક લોકો મંદિરની ઉપર ચક્કર લગાવતા ગરુડને અશુભ સંકેત માને છે, તો કેટલાક લોકો તેને શુભ સંકેત માને છે. આનું કારણ એ છે કે, ઘણા ભક્તો ગરુડને ભગવાન વિષ્ણુના વાહન ગરુડ સાથે સંકળાયેલા પવિત્ર પક્ષીઓ માને છે. વાયરલ વીડિયોના આધારે તેઓ માને છે કે આ પક્ષીઓ મંદિરમાં શુભ સંકેતો અને આશીર્વાદ લાવે છે.





















