શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કેરળમાં ભારે વરસાદના કારણે 88 લોકોના મોત, ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ
એર્નાકુલમ, ઇડુક્કી અને અલાપ્પુઝામાં મંગળવાર અને ઉત્તર જિલ્લો મણપ્પુરમ અને કોઝિકૉડમાં બુધવારે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેસરના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદની સંભાવના છે.
![કેરળમાં ભારે વરસાદના કારણે 88 લોકોના મોત, ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ Flood in kerala 88 people lost કેરળમાં ભારે વરસાદના કારણે 88 લોકોના મોત, ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/13171217/kerala-flood.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તિરુવનંતપુરમ: ભારે વરસાદના કહેરનો સામનો કરી રહેલા કેરળના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં હાલ સ્થિતિ સામાન્ય થતી નજર આવી રહી છે, પરંતુ મધ્ય કેરળમાં ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદના કારણે અત્યાર સુધી 88 લોકોનો મોત થયા છે.
આઈએમડીના સૂત્રો અનુસાર એર્નાકુલમ, ઇડુક્કી અને અલાપ્પુઝામાં મંગળવાર અને ઉત્તર જિલ્લો મણપ્પુરમ અને કોઝિકૉડમાં બુધવારે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર કે સંતોષે જણાવ્યું કે બંગાળની ખાડીમાં લો પ્રેસરના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદની સંભાવના છે.
સરકાર પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર આઠ ઓગસ્ટથી લઈને અત્યાર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તોરામાં 88 લોકોના મોત થયા છે. મૃતકોની સંખ્યા વધશે તેવી આશંકા છે, કારણ કે 40 લોકો હજુ પણ ગુમ છે. રાજ્યમાં 1,332 રાહત શિબિરોમાં 2.52 લાખથી વધુ લોકો આશ્રય લઈ રહ્યાં છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને સૈૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા મલપ્પુરમ અને વાયનાડની મુલાકાત લીધી હતી. જ્યાં ભૂસ્ખલનના કારણે 41 લોકોના મોત થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)