શોધખોળ કરો
રાજસ્થાન: પૂર્વ મંત્રીઓએ ખાલી કરવા પડશે સરકારી આવાસ, નહીં તો આપવું પડશે પ્રતિદિન 10 હજાર રૂપિયા
રાજસ્થાન વિધાનસભામાં ‘રાજસ્થાન મંત્રી વેતન સંશોધન વિધેયક 2019’ વિપક્ષના ભારે હંગામાં વચ્ચે ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યું છે.

જયપુર: રાજસ્થાનમાં જો પૂર્વ મંત્રીઓને ફાળવવામાં આવેલા સરકારી મકાન બે મહિનાના નક્કી કરેલા સમયગાળા દરમિયાન ખાલી નહીં કરવા પર પ્રતિદિન 10 હજાર રૂપિયાનું ભાડુ ચુકવવું પડશે. એટલું જ નહીં હવે સરકાર તેમની પાસેથી જબરજસ્તી ખાલી પણ કરાવી શકે છે. વિધાનસભામાં ‘રાજસ્થાન મંત્રી વેતન સંશોધન વિધેયક 2019’ વિપક્ષના ભારે હંગામાં વચ્ચે ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યું છે. જેમાં આ જોગવાઈ કરવામાં આવી છે. સંસદીય કાર્યમંત્રી શાંતિ ધારીવાલે સદનમાં જણાવ્યું આ બિલમાં સરકારી આવાસ સરકાર ગમે ત્યારે ખાલી કરાવી શકે છે તેવી પણ જોગવાઈ છે. આ વિધેયક 22 જુલાઈએ સદનમાં રજૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી પૂર્વ મંત્રીઓને ફાળવેલા આવાસાને નિર્ધારિત સમયગાળા બાદ રહેવા બદલ મહત્તમ 5000 હજાર રૂપિયા પ્રતિમાસ લેવામાં આવતા હતા. ધારીવાલે જણાવ્યું કે મંત્રીનો દર્જ્જો પ્રાપ્ત તમામ લોકો આ વિધેયકના ધાયરમાં આવે છે. નવા મંત્રીઓને આધિકારીક નિવાસ જલ્દી મળે તે સુનિશ્ચિત કરવા માટે આ પહેલ કરવામાં આવી છે. આ પહેલા આ બિલ પર થયેલી ચર્ચા દરમિયાન નેતા વિપક્ષ ગુલાબ ચંદ કટારિયાએ કહ્યું કે પૂર્વ ધારાસભ્ય પાસેથી સરકારી આવાસ ખાલી કરાવવું જોઈએ. પરંતુ સરકાર મકાન ખાલી કરાવવાની સમયસીમા પણ વિચાર કરવું જોઈએ. કટારિયાએ 10 હજાર પ્રતિ દિન દંડને પણ વધારે ગણાવ્યા હતા.
વધુ વાંચો






















