શોધખોળ કરો

તેલંગાણામાં મુખ્યમંત્રી KCRની પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, 10 નેતાઓ કૉંગ્રેસમાં સામેલ

ભૂતપૂર્વ સાંસદ પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી, તેલંગાણાના પૂર્વ મંત્રી જુપલ્લી કૃષ્ણા રાવ સહિત 10 નેતાઓ સોમવારે (26 જૂન) કૉંગ્રેસમાં સામેલ થયા હતા.

Telangana Leaders Joins Congress: કૉંગ્રેસે તેલંગાણાના સીએમ કેસીઆરની પાર્ટી બીઆરએસને મોટો ઝટકો આપ્યો છે. ભૂતપૂર્વ સાંસદ પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી, તેલંગાણાના પૂર્વ મંત્રી જુપલ્લી કૃષ્ણા રાવ સહિત 10 નેતાઓ સોમવારે (26 જૂન) કૉંગ્રેસમાં સામેલ થયા હતા. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની હાજરીમાં આ નેતાઓ કૉંગ્રેસમાં સામેલ થયા છે. 

આ દરમિયાન કૉંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ, પાર્ટીના તેલંગાણા પ્રભારી માણિકરાવ ઠાકરે અને પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ રેવંત રેડ્ડી હાજર હતા. મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી એઆઈસીસી ઓફિસમાં તેલંગાણા કોંગ્રેસના નેતાઓને પણ મળ્યા હતા.

આ નેતાઓ કૉંગ્રેસમાં સામેલ થયા

પીએસ રેડ્ડી અને કૃષ્ણા રાવ ઉપરાંત ભૂતપૂર્વ ધારાસભ્ય ગુરુનાથ રેડ્ડી, ભૂતપૂર્વ ધારાસભ્ય અને સેવારત જિલ્લા પરિષદના અધ્યક્ષ કોરામ કનકૈયા, ભૂતપૂર્વ ધારાસભ્ય પાયમ વેંકટેશ્વરલુ, DCCB પૂર્વપ્રમુખ મુવામેન્ટ વિજયા બેબી, એસસી કોર્પોરેશનના પૂર્વ અધ્યક્ષ પીદમાર્થી રવિ, વર્તમાન DCCB અધ્યક્ષ થુલ્લુરી બ્રમ્હૈયા, વર્તમાન માર્કફેડ પ્રદેશ ઉપાધ્યક્ષ બોર્રા રાજશેખર અને વાર્યાથી વર્તમાન નગરપાલિકા પ્રમુખ એસ. જયપાલ કૉંગ્રેસમાં સામેલ થયા હતા.  

જાણો કોણ છે પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી ?

પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી ખમ્મમ લોકસભા સીટના ભૂતપૂર્વ સાંસદ છે. રેડ્ડીએ YSR કૉંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીતી હતી. આ પછી તે કેસીઆરની પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. તેલંગાણાના કૃષ્ણા રાવ કે. ચંદ્રશેખર રાવ સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રી રહી ચૂક્યા છે. આ બંને નેતાઓને થોડા મહિના પહેલા પક્ષ વિરોધી ગતિવિધિઓના કારણે ભારત રાષ્ટ્ર સમિતિમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ચૂંટણી રાજ્યમાં કૉંગ્રેસે ખેલ પાડ્યો

આ બંને નેતાઓ ઉપરાંત MLC દામોદર રેડ્ડી, પૂર્વ ધારાસભ્ય સહિત લગભગ દોઢ ડઝન નેતાઓ કૉંગ્રેસમાં જોડાયા છે. કર્ણાટકમાં જીત મેળવ્યા બાદ તેલંગાણામાં સત્તારૂઢ બીઆરએસમાં કોંગ્રેસે જે રીતે ખેલ પાડ્યો છે તેનાથી તેલંગાણામાં ચૂંટણીનો મુકાબલો ખૂબ જ રસપ્રદ બનશે.  તેલંગાણામાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Embed widget