શોધખોળ કરો
Advertisement
રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ ચૂંટાયા પૂર્વ PM મનમોહન સિંહ, અશોક ગહલોતે આપી શુભેચ્છા
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ આસમથી રાજ્યસભા સભ્ય હતા અને તેમનો કાર્યકાળ ગત 14 જૂને પૂરો થયો હતો. તેઓ 1991થી 2019 સુધી રાજ્યસભા સાંસદ રહ્યા છે.
જયપુર: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ આજે રાજસ્થાનથી સર્વાનુમતે રાજ્યસભા સદસ્ય તરીકે ચૂટાયા છે. રાજસ્થાનમાં 26 ઓગસ્ટે રાજ્યસભા માટે પેટા ચૂંટણી યોજાવાની હતી, પરંતુ મનમોહન સિંહના વિરોધમાં કોઈ અન્ય નેતા દ્વારા નામાંકન દાખલ કરવામાં નહી આવતા તેમનુ ચૂંટાવુ નક્કી છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અને કૉંગ્રેસના નેતા અશોક ગહલોતે આજે મનમોહન સિંહને ટ્વિટ કરી શુભેચ્છા આપી હતી. તેમણે ટ્વિટમાં કહ્યું, હું પૂર્વ પ્રધાનમંત્રી ડૉ મનમોહન સિંહને રાજસ્થાનથી રાજ્યસભા સદસ્ય તરીકે કોઈપણ વિરોધ વગર ચૂંટાવાથી શુભેચ્છા પાઠવું છું. રાજસ્થાનમાંથી ડૉ મનમોહન સિંહનુ ચૂંટાવુ સમગ્ર પ્રદેશ માટે ગર્વની વાત છે. તેમના વિશાળ જ્ઞાન અને સમૃદ્ધ અનુભવથી રાજસ્થાનના લોકોને ખૂબ લાભ થશે.
I congratulate former PM Dr #ManmohanSingh ji on being elected unopposed as a member of #RajyaSabha from #Rajasthan. Dr Singh’s election is a matter of pride for entire state. His vast knowledge and rich experience would benefit the people of Rajasthan a lot. pic.twitter.com/YfkDQTxzpk
— Ashok Gehlot (@ashokgehlot51) August 19, 2019
राजस्थान से राज्यसभा के लिए निर्विरोध निर्वाचित होने पर पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह जी को हार्दिक बधाई। आपके लंबे और बेदाग अनुभव से प्रदेश निश्चित ही लाभान्वित होगा। आज हम समस्त प्रदेशवासी आपको प्रतिनिधि के रूप में पाकर गौरवान्वित हैं। pic.twitter.com/hQAThrBmqq
— Sachin Pilot (@SachinPilot) August 19, 2019
ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે ટ્વિટ કરી કહ્યું, રાજસ્થાનથી રાજ્યસભા સદસ્ય તરીકે કોઈપણ વિરોધ વગર ચૂંટાતા પૂર્વ પ્રધાનમંત્રી ડૉ મનમોહન સિંહજીને હાર્દિક શુભેચ્છા. આપના અનુભવના કારણે પ્રદેશને લાભ થશે. આજે અમે બધા પ્રદેશવાસીઓ તમને પ્રતિનિધિના રૂપમાં જોઈ ગૌરવ અનુભવીએ છીએ.
મનમોહનસિંહ આસમથી રાજ્યસભા સભ્ય હતા અને તેમનો કાર્યકાળ ગત 14 જૂને પૂરો થયો હતો. તેઓ 1991થી 2019 સુધી રાજ્યસભા સાંસદ રહ્યા છે. રાજસ્થાન રાજ્યસભા બેઠક મનમોહન સિંહ માટે સુરક્ષિત માનવામાં આવતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion