શોધખોળ કરો

Gaganyaan Test Flight: ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ આજે ભરશે ઉડાણ, જાણો કેટલા વાગ્યે જોઇ શકશો LIVE ?

Gaganyaan Test Flight: ગગનયાનના આ ભાગનો ઉપયોગ ત્રણ ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જવા માટે કરવામાં આવશે

Gaganyaan Test Flight:  ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ માનવસહિત ગગનયાન મિશન તરફ એક મોટું પગલું ભરતા ક્રૂ મોડ્યુલને સુરક્ષિત રીતે લેન્ડ કરવાની તૈયારી કરી લીધી છે. તેનું આજે (21 ઓક્ટોબર) શ્રીહરિકોટા ટેસ્ટ રેન્જથી પરીક્ષણ કરવામાં આવશે. ઈસરો સવારે 8 વાગ્યે ગગનયાન મિશન માટેની ટેસ્ટ ફ્લાઈટ TV-D1 લોન્ચ કરશે. આ પરીક્ષણો ક્રૂ મોડ્યુલનું પરીક્ષણ કરશે, જેમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. ગગનયાનના આ ભાગનો ઉપયોગ ત્રણ ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જવા માટે કરવામાં આવશે.

જેમાં ક્રૂ મોડ્યુલની ફ્લાઇટ, તેનું લેન્ડિંગ અને સમુદ્રમાંથી રિકવરી સામેલ હશે. મોડ્યુલ પરત ફરતા બંગાળની ખાડીમાં લેન્ડ થવાનું છે. ભારતીય નૌકાદળ તેને રિકવર કરશે. આ માટે નેવલ ડાઇવિંગ ટીમ બનાવવામાં આવી છે અને એક જહાજ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

કેટલા વાગ્યે જોઇ શકશો લાઇવ ?

સવારે 7:30 વાગ્યાથી મિશનનું જીવંત પ્રસારણ ઇસરોના ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલ, ISRO વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ ટેસ્ટ ફ્લાઈટનું ડીડી નેશનલ ટીવી ચેનલ પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. 

ક્રૂ મોડ્યુલના મુખ્ય મુદ્દા

ક્રૂ મોડ્યુલ 17 કિલોમીટરની ઊંચાઈએ રોકેટથી અલગ થઈ જશે. ક્રૂ મોડ્યુલનું વજન 4520 કિગ્રા છે. અત્યાર સુધીમાં, ક્રૂ એસ્કેપ સિસ્ટમને પૃથ્વી પર લાવતા પેરાશૂટના 12 પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે. શ્રીહરિકોટા પ્રક્ષેપણ કેન્દ્રથી પ્રક્ષેપણ પછી ક્રૂ મોડ્યુલ 10 કિલોમીટર દૂર બંગાળની ખાડીમાં પડશે. બંગાળની ખાડીમાં ક્રૂ મોડ્યુલના લોન્ચિંગથી લઈને ઉતરાણ સુધી નવ મિનિટનો સમય લાગશે.

ક્રૂ એસ્કેપ જીવન બચાવશે       

ઈસરોએ કહ્યું હતું કે ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન 1 ની તૈયારીઓ ચાલી રહી છે. આ ક્રૂ-એસ્કેપ સિસ્ટમ મિશનમાં કોઈ અપ્રિય ઘટનાના કિસ્સામાં અવકાશયાત્રીઓને બચાવવા માટે ઉપયોગી થશે. જો ટેક-ઓફ દરમિયાન મિશનમાં કોઈ ભૂલ થશે, તો સિસ્ટમ ક્રૂ મોડ્યુલ સાથે વાહનથી અલગ થઈ જશે, થોડા સમય માટે ઉડાન ભરશે અને શ્રીહરિકોટાથી 10 કિમી દૂર દરિયામાં ઉતરશે. તેમાં બેસેલા અવકાશયાત્રીઓને નેવી દ્વારા સમુદ્રમાંથી સુરક્ષિત પરત લાવવામાં આવશે.

ગગનયાન આવતા વર્ષે લોન્ચ થઇ શકે છે

ગગનયાન ભારતનું પ્રથમ અવકાશ મિશન છે, તેને આવતા વર્ષના અંત સુધીમાં અથવા 2025ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. 2024 માં માનવરહિત પરીક્ષણ ઉડાન હશે, જેમાં વ્યોમામિત્ર રોબોટ મોકલવામાં આવશે.

ટોપ સ્ટોરી

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

Embed widget