શોધખોળ કરો

Green Building Award: દિલ્હીમાં આવેલા ‘ગરવી ગુજરાત ભવન’ને મળ્યો ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ,જાણો તેની ખાસીયતો

TERI (ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યુટ) અને નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય, ભારત સરકાર દ્વારા શરુ થયેલી GRIHA રેટિંગ સિસ્ટમને ભારત સરકાર દ્વારા 2007માં ગ્રીન બિલ્ડિંગ માટે રાષ્ટ્રીય ધોરણ તરીકે અપનાવવામાં આવી હતી.

Green Building Award: રાજધાની દિલ્હીના મધ્યમાં સ્થિત ગુજરાત સરકારના રાજ્ય ભવન ‘ગરવી ગુજરાત ભવન’ને GRIHA (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) દ્વારા ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું. એવોર્ડ સમારોહ 5 ડિસેમ્બર, 2024ના રોજ ઇન્ડિયા હેબિટેટ સેન્ટર, લોધી રોડ, નવી દિલ્હી ખાતે યોજાયો હતો. 4 અને 5 ડિસેમ્બરે આયોજિત 16મી GRIHA સમિટ ‘નિર્મિત પર્યાવરણમાં જળવાયુ કાર્યવાહીને વેગ આપવો’ (એક્સેલરેટિંગ ક્લાઈમેટ એક્શન ઇન ધ બિલ્ટ એન્વાયર્નમેન્ટ) થીમ પર યોજાઇ હતી, જેનો હેતુ સમાજમાં તીવ્ર આબોહવા પરિવર્તનની પ્રતિકૂળ અસરોનો સામનો કરવા માટે ક્ષમતા અને ટકાઉપણા પ્રોત્સાહન આપીને વધુ સારું ભવિષ્ય બનાવવાનો છે.

TERI (ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યુટ) અને નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય, ભારત સરકાર દ્વારા શરુ થયેલી GRIHA રેટિંગ સિસ્ટમને ભારત સરકાર દ્વારા 2007માં ગ્રીન બિલ્ડિંગ માટે રાષ્ટ્રીય ધોરણ તરીકે અપનાવવામાં આવી હતી. નવી દિલ્હીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી પ્રતિષ્ઠિત "ગરવી ગુજરાત" ભવનને ગ્રીન રેટિંગ દ્વારા થ્રી સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે, ગુજરાત સરકાર વતી ગરવી ગુજરાત ભવનના મુખ્ય વહીવટી અધિકારી કેપ્ટન પ્રશાંત સિંહને GRIHA રેટિંગ પ્લેક અને શીલ્ડ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર મુખ્ય અતિથિ અને ભારતના ભૂતપૂર્વ વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી દ્વારા આપવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સપ્ટેમ્બર 2019માં કરવામાં આવ્યું હતું. આ ભવન ગ્રીન બિલ્ડિંગની તમામ જરૂરિયાતોને સફળતાપૂર્વક પૂર્ણ કરે છે, જેમાં વર્ટિકલ ગાર્ડન, સોલાર પેનલ્સ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), સ્કાયલાઈટમાં ઇલેક્ટ્રોક્રોમિક ગ્લાસ/સ્માર્ટ ગ્લાસ, વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ અને સોલિડ વેસ્ટ મૅનેજમેન્ટ સુવિધાઓ જેવી પર્યાવરણ-અનુકૂળ બાબતોનો સમાવેશ થાય છે.

આશરે 20,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું ગરવી ગુજરાત ભવન તેના ઉદ્ઘાટનના પાંચ વર્ષ પછી પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ ભવનને મિનિ-ગુજરાતનું મૉડેલ કહેવામાં આવે છે, જે રાજ્યની સંસ્કૃતિનું સમૃદ્ધ પ્રતિબિંબ રજૂ કરતું પરંપરાગત અને આધુનિક સ્થાપત્યનું મિશ્રણ છે.

દિલ્હી-NCRના આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓએ તાજેતરમાં ગરવી ગુજરાત ભવનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમને આ બિલ્ડિંગ વિશે માહિતી આપવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમને રેસિડેન્ટ કમિશનર આરતી કંવરે કેવી રીતે આ ભવનનું નિર્માણ બે વર્ષથી ઓછા સમયમાં પૂર્ણ થયું હતું અને તમામ ગ્રીન બિલ્ડિંગ માપદંડોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા તે અંગે જણાવ્યું હતું.

આ પણ વાંચો..

Repo Rate: RBIએ વ્યાજ દરોને લઇને કરી મોટી જાહેરાત, જાણો તમારી EMI પર કેટલી થશે અસર?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

HMPV Virus In India : HMPV વાયરસની ભારતમાં એન્ટ્રીથી મચ્યો ખળભળાટ, ક્યાં નોંધાયો કેસ?Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
HMPV VIRUS: આવા લોકોને જલદી શિકાર બનાવી રહ્યો છે ચીનમાં ફેલાયેલો HMPV વાયરસ, જાણો કેવી રીતે બચશો?
HMPV VIRUS: આવા લોકોને જલદી શિકાર બનાવી રહ્યો છે ચીનમાં ફેલાયેલો HMPV વાયરસ, જાણો કેવી રીતે બચશો?
Golden Globes Winners: ભારતીય ફિલ્મ 'ઓલ વી ઇમેઝિન એઝ લાઇટ' એવૉર્ડ જીતવાથી ચૂકી, જુઓ ગૉલ્ડન ગ્લૉબ એવોર્ડ વિજેતાઓનું લિસ્ટ
Golden Globes Winners: ભારતીય ફિલ્મ 'ઓલ વી ઇમેઝિન એઝ લાઇટ' એવૉર્ડ જીતવાથી ચૂકી, જુઓ ગૉલ્ડન ગ્લૉબ એવોર્ડ વિજેતાઓનું લિસ્ટ
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
Embed widget