શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જમ્મુ-કાશ્મીર માટે અલગ PMની માંગ પર ભડક્યો ગૌતમ ગંભીર, કહ્યું- પાકિસ્તાન જતાં રહો
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર માટે અલગ વડાપ્રધાનની માંગ કરનાર નેશનલ કૉંન્ફ્રેંસના નેતા ઉમર અબ્દુલ્લાને ભાજપના નેતા અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે આડે હાથ લીધો છે. તેમણે કહ્યું કે, “ઉમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર માટે અલગ પીએમની માંગ કરી રહ્યાં છે અને હું સમુદ્ર પર ચાલવા માંગુ છું, જો વાત સમજ ના આવતી હોય તો પાકિસ્તાન ચાલ્યા જાવ.”
ભાજપના નેતાઓ અનુચ્છેદ 370 ખતમ કરવાના પક્ષ લેવા પર પૂર્વ મુખ્યમંત્રી અબ્દુલ્લાએ કહ્યું હતું કે આ કોઈ સામાન્ય ચૂંટણી નથી. આજે જમ્મુ-કાશ્મીરની ઓળખ ખતમ કરવાની કોશિશ ચાલી રહી છે. તેમણે કહ્યું કે અમે શરતો સાથે ભારત સાથે જોડાયા તો અમે કોઈ યૂપી અને બિહાર નથી. અમારું સંવિધાન અલગ હશે. અમારો ધંધો અલગ હશે. સાથે વડાપ્રધાનની પણ માંગ થઈ હતી. જેને અમે પરત લાવીશું. ઉમર અબ્દુલ્લાએ અમિત શાહ અને અરુણ જેટલીના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ લોકો કાશ્મીરની 35 A કલમને હટાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
ઉમર અબ્દુલ્લાના આ નિવેદન પર વડાપ્રધાન મોદીએ હૈદરાબાદમાં એક રેલીમાં પલટવાર કર્યું હતું. પીએમ મોદીએ પુછ્યું હતું કે “શું દેશને બે વડાપ્રધાની જરૂર છે ? કૉંગ્રેસે પણ તેના પર જવાબ આપવો જોઈએ અને મહાગઠબંધનના તમામ સહયોગીઓએ પણ જવાબ આપવો પડશે. શું કારણ છે અને તેને આવું કહેવાની હિમ્મત કઈ રીતે થઈ.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion