શોધખોળ કરો
Advertisement
ગુલામ નબી આઝાદ બોલ્યા- માત્ર બીજેપી જ ઉકેલી શકે છે કાશ્મીર સમસ્યા, વિપક્ષ કરશે સમર્થન
નવી દિલ્લી: કાશ્મીરમાં હિંસા પછી કથળેલી પરિસ્થિતિના 52 દિવસ પછી ઘાટીથી કર્ફ્યુ પુરી રીતે હટાવી દેવામાં આવ્યો હતો. પરંતુ છૂટા છવાયા અથડામણો અને બંધની ઘટનાઓ ચાલુ છે. ત્યારે 4 સપ્ટેબરે નાણાંમંત્રી અને ગૃહમંત્રીની સાથે 35 દળોના ઑલ પાર્ટી ડેલિગેશન ત્યાં ગયા પહેલા કોંગ્રેસે કહ્યું કે કાશ્મીર મુદ્દાનું સમાધાન બીજેપી સરકાર જ કરી શકે છે. તેના માટે વિપક્ષ તેમનો પુરી રીતે સમર્થન કરશે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ કેંદ્રીય મંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા ગુલામ નબી આઝાદે બુધવારે કહ્યું કે માત્ર ભારતીય જનતા પાર્ટી જ કાશ્મીર સમસ્યા હલ કરી શકે છે. તેના માટે ફૉર્મુલાને વિપક્ષનો પુરો સાથ સહકાર મળશે.
આઝાદે કહ્યું કે જવાહર લાલ નેહરુ, ઈંદિરા ગાંધી અને રાજીવ ગાંધીએ જ્યારે પણ કાશ્મીર મુદ્દાને હલ કરવાનો વિચાર્યું ત્યારે બીજેપીએ હંમેશા તેનો વિરોધ કર્યો. તેમની પહેલોને કાશ્મીરી અને અલ્યસંખ્યકોને તૃષ્ટીકરણ ગણાવ્યા હતા. હવે બીજેપી રાજ્ય અને કેંદ્ર એમ બન્ને જગ્યાએ સરકાર ચલાવી રહી છે. જેથી તેઓ સારું સમાધાન કાઢી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement