શોધખોળ કરો
Advertisement
ગોવાઃ ડેપ્યુટી CM ધવલીકરને હટાવાયા, જાણો કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય
પણજીઃ મનોહર પર્રિકરના નિધન બાદ ગોવામાં સરકાર જાળવી રાખવામાં સફળ થયેલી ભાજપને મોટો ફટકો લાગ્યો છે. ગોવાના ઉપમુખ્યમંત્રી અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી(MGP)ના નેતા સુદીન ધવલીકરને બુધવારે હટાવી દેવામાં આવ્યા હતા. ધવલીકર પાસે લોક નિર્માણ મંત્રાલયનો હવાલો હતો.
એમજીપી અને બીજેપીના નેતાઓ વચ્ચે વધતી કડવાશના કારણે સાવંત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એમજીપીના નેતાએ કહ્યું, રાતે ચોકીદારોએ એમજીપી પર જે ધાડ પાડી છે તેનાથી ગોવાના લોકો સ્તબ્ધ છે. ગોવાના લોકો આ બધુ જોઈ રહ્યા છે. તેના પર શું કરવું તેનો ફેંસલો જનતા લેશેં.
મંગળવારે મધરાતે એમજીપીના ત્રણમાંથી બે ધારાસભ્યો પ્રાદેશિક પાર્ટીથી અલગ થઈને ભાજપમાં સામેલ થયા હતા. એટલું જ નહીં આ ધારાસભ્યોએ સ્પીકર સામે ભાજપમાં વિલયની અરજી પણ કરી હતી. જે બાદ એવી અટકળો થઈ હતી કે ધવલીકરને તેમના પદ પરથી હટાવામાં આવી શકે છે. એમજીપીના બંને ધારાસભ્યો મનોહર અજગાંવકર અને દીપક પાવસ્કર ભાજપમાં સામેલ થયા બાદ ભાજપના 14 સભ્યો થયા છે.Goa Chief Minister Pramod Sawant on Dy CM Sudin Dhavalikar: He was doing anti-activities against the alliance, we had requested Sudin's brother Deepak to not contest in Shiroda by-poll but he's not ready to listen, so we have taken the decision. pic.twitter.com/27shZYBh29
— ANI (@ANI) March 27, 2019
Governor of Goa Mridula Sinha accepts the recommendation of Goa Chief Minister Pramod Sawant that Sudin Dhavalikar (in file pic) shall cease to be a Minister in the Council of Ministers, with immediate effect. pic.twitter.com/GdMT1dCXEW
— ANI (@ANI) March 27, 2019
ગોવાના સીએમ સાવંતે રાજ્યપાલ મૃદુલા સિન્હાને પત્ર લખીને ધવલીકરને હટાવ્યા હોવાની જાણ કરી હતી. સાવંતે કહ્યું કે, મેં સુદીન ધવલીકરને કેબિનેટમાંથી દૂર કર દીધા છે. તેમની સીટ ભરવાનો નિર્ણય ઝડપથી લેવામાં આવશે. ધાવલીકર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા અમે તેમના ભાઇ દીપકને શિરોદાથી પેટા ચૂંટણી ન લડવા કહ્યું હતું, પરંતુ તેઓ માન્યા નહોતા. પરિણામે આ નિર્ણય લેવો પડ્યો. ધવલીકરના સ્થાને દીપક પાવસ્કરને કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે.
ગુજરાતમાં ભાજપે એક સામટા ત્રણ સાંસદોના પત્તા કાપ્યા, કયા નવા ચહેરાઓને મળી ટિકીટ ?
આ એક્ટ્રેસ આજે જોડાઈ કોંગ્રેસમાં, જાણો કઈ સીટ પરથી લડશે ચૂંટણી
અંતરિક્ષમાં ભારતે બતાવી ‘શક્તિ’, ત્રણ મિનિટમાં તોડી પાડ્યો સેટેલાઇટઃ PM મોદી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion