મોદીની અત્યંત નજીક રહી ચૂકેલા ક્યા ધુરંધરની કંપની પર પડ્યા દરોડા, ગાંજો પકડાયો
તાજેતરમાં મમતા સરકારમાં મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યએ દાવો કર્યો હતો કે તેમના એકાઉન્ટમાંથી "One Man One Post" સંબંધિત કેટલીક પોસ્ટ શેર કરવામાં આવી હતી.
પણજીઃ ગોવામા તૃણમુલ કોગ્રેસ (ટીએમસી) માટે ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના સંગઠન I-PACની ઓફિસ પર પોલીસે દરોડા પાડ્યા છે. કાર્યવાહી દરમિયાન પોલીસને પ્રશાંત કિશોરની કંપનીના એક કર્મચારીને પોરવોરિમ શહેરથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.
ગોવા પોલીસે શુક્રવારે પોરવોરિમના અનેક બંગલામાં દરોડા પાડ્યા હતા. અહી આઠ બંગલાને I-PACએ ભાડા પર રાખ્યા છે. આ દરોડા દરમિયાન I-PACના કર્મચારીની ધરપકડ કરાઇ છે. ધરપકડ કરાયેલા કર્મચારીની ઉંમર 28 વર્ષ છે. પોલીસે તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.
નોંધનીય છે કે ગોવામાં વિધાનસભા ચૂંટણી માટે 14 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. છેલ્લા અઢી વર્ષથી ટીએમસી માટે રણનીતિ તૈયાર કરી રહેલા પ્રશાંત કિશોર ગોવામાં પાર્ટીનું કામ સંભાળી રહ્યા છે. જોકે, કેટલાક દિવસ અગાઉ પ્રશાંત અને ટીએમસી વચ્ચે સંબંધો ખરાબ થયા છે. આ પ્રથમવાર નથી જ્યારે પ્રશાંત કિશોરના કોઇ પાર્ટી સાથે સંબંધોમાં કડવાશ આવી હોય.
તાજેતરમાં મમતા સરકારમાં મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યએ દાવો કર્યો હતો કે તેમના એકાઉન્ટમાંથી "One Man One Post" સંબંધિત કેટલીક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ અંગે તેમની પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી. નોંધનીય છે કે ટીએમસીએ ગયા વર્ષે જૂનમાં "One Man One Post" અભિયાનની શરૂઆત કરી હતી. પછી I-PAC કંપનીએ પણ તેને મંજૂરી આપી અને ઘણા યુવા કાર્યકરોએ તેને ટેકો આપ્યો હતો. ત્યારબાદ સીએમ મમતા બેનર્જીએ પણ તેની તરફેણ કરી હતી.
પરંતુ તે પછી જ્યારે ફિરહાદ હકીમને કોલકાતા નાગરિક ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી ત્યારે મમતા બેનર્જીએ તેનું સમર્થન કર્યું. આવી સ્થિતિમાં વન મેન વન પોસ્ટના દાવાને લઈને પાર્ટીમાં સવાલો ઉભા થયા છે.
પરંતુ બાદમાં જ્યારે કોલકત્તાના સિવિક ઇલેક્શન માટે Firhad Hakimને ટિકિટ આપવામાં આવી ત્યારે મમતા બેનર્જીએ તેને સમર્થન આપ્યું હતું. એવામાં પાર્ટીની અંદર જ One Man One Postના દાવાઓને લઇને સવાલ ઉભા થયા હતા.