શોધખોળ કરો
Advertisement
Googleએ બનાવ્યું ખાસ ડૂડલ, કોરોના વાયરસથી બચવા માટે આપી ટિપ્સ
ગૂગલે આજે પોતાના ડૂડલમાં લોકોને લોકડાઉનમાં ઘર પર રહેવા માટેની કેટલીક ટિપ્સ આપી છે.
નવી દિલ્હી: કોઈપણ ખાસ દિવસ અથવા તો સ્પેશલ ઈવેન્ટ પર ગૂગલ પોતાનું ખાસ ડૂડલ બનાવે છે. જેનાથી એ લોકોને પણ આ ઈવેન્ટ અથવા ખાસ દિવસ વિશે જાણકારી મળી શકે છે. જેમને તેના વિશે કોઈ જાણકારી નથી હોતી. પરંતુ આજે ગૂગલે જે ડૂડલ બનાવ્યું છે તે ખૂબ જ ખાસ અને ફાયદાકારક પણ છે. ગૂગલે આજે પોતાના ડૂડલમાં લોકોને લોકડાઉનમાં ઘર પર રહેવા માટેની કેટલીક ટિપ્સ આપી છે.
ગૂગલ ડૂડલના લેટર્સમાં પાંચ એક્ટિવિટીના માધ્યમથી ખાસ સંદેશ આપવામાં આવ્યો છે. જેમાં પ્રથમ લેટરના માધ્યમથી ઘર પર જ રહેવાની સલાહ દેવામાં આવી છે. બીજા લેટરના માધ્યમથી સોશિયલ ડિસ્ટેંસિંગનો મેસેજ આપવામાં આવ્યો છે. ત્રીજા લેટરના માધ્યમથી સતત હાથ ધોવાની સલાહ આપવામાં આવી છે.
ડૂડલના ચોથા લેટરમાં ઉધરસ સમયે મોઢાને રૂમાલથી ઢાંકવાની સલાહ આપી છે. જ્યારે પાંચમાં લેટરના માધ્યમથી જો તમે બીમાર હોય તો હેલ્પલાઈન નંબર પર ફોન કરવાની સલાહ આપવામાં આવી છે. ગૂગલે પોતાના આ ડૂડલને ટ્વિટર પર પણ શેર કર્યું છે. ટ્વિટર પર શેર કરતા ગૂગલે લખ્યું ,'ઘર પર રહો જીવન બચાવો.'
કોરોના વાયરસના આંકડાની વાત કરવામાં આવે તો ભારતમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 2586 લોકો કોરોના પોઝિટિવ છે, જ્યારે 53 લોકોના મોત થયા છે. 192 લોકો આ વાયરસથી સાજા પણ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion