શોધખોળ કરો

'સરકાર નાગરિકોની જમીન લૂંટનાર તરીકે કામ કરી શકે નહીં', કર્ણાટક હાઇકોર્ટની ફટકાર

અરજદારો એમવી ગુરુપ્રસાદ અને નંદિની ગુરુપ્રસાદે KIADB દ્ધારા તેમની જમીનના સંપાદન સામે 2007માં હાઈકોર્ટમાં અરજી કરી હતી

કર્ણાટક હાઈકોર્ટે સોમવારે (13 ફેબ્રુઆરી) ઔદ્યોગિક વિસ્તાર વિકાસ બોર્ડ (KIADB) ને સખત ઠપકો આપ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે સરકાર 'લૂંટારા તરીકે કામ કરી શકે નહીં'. કોર્ટે વધુમાં સેન્ટ ઓગસ્ટાઇનના પુસ્તક 'ધ સિટી ઓફ ગોડ'નો ઉલ્લેખ કર્યો અને કહ્યું હતું કે, 'ન્યાય વિના લૂંટારાઓની મોટી ટોળકી સિવાય રાજ્ય બીજું શું છે?'

અરજદારો એમવી ગુરુપ્રસાદ અને નંદિની ગુરુપ્રસાદે KIADB દ્ધારા  તેમની જમીનના સંપાદન સામે 2007માં હાઈકોર્ટમાં અરજી કરી હતી. શરૂઆતમાં તેમનું નામ એક્વિઝિશન નોટિફિકેશનમાંથી ગાયબ હતું. 2014 થી સરકારને સુધારણા પત્ર જાહેર કરવામાં અને તેમના નામ સામેલ કરવામાં સાત વર્ષ લાગ્યાં પરંતુ વિભાગની બેદરકારી અહીં અટકી નથી. ત્યારપછી તેમને કોઈ વળતર આપવામાં આવ્યું નથી.

કોર્ટે આ નિર્ણય આપ્યો

જસ્ટિસ ક્રિષ્ના એસ. દીક્ષિતે તેમના તાજેતરના ચુકાદામાં કહ્યું હતું કે, "દોઢ દાયકાથી વળતરની ચુકવણી કેમ અટકાવી દેવામાં આવી છે તે અંગે કોઈ વિશ્વસનીય સ્પષ્ટતા નથી." જમીન સંપાદન સામેના પડકારને કોર્ટે ફગાવી દીધો હોવા છતાં તેણે જમીન સંપાદન, પુનર્વસવાટ અને પુનર્વસન અધિનિયમ, 2013 માં યોગ્ય વળતર અને પારદર્શિતાના અધિકાર હેઠળ ગણતરી કરેલ 50 ટકાના દરે વળતર ફરીથી નક્કી કરવાનો આદેશ આપ્યો હતો. KIADBને અરજદારોને પ્રતિ એકર 25,000 રૂપિયાની કિંમત ચૂકવવા પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.

અધિકારીઓ પર હાઈકોર્ટની ટિપ્પણી

સત્તાવાળાઓ પર ટિપ્પણી કરતા હાઇકોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે, "સરકાર નાગરિકોની જમીન હડપ કરનાર તરીકે કામ કરી શકે નહીં. કથિત જાહેર ઉદ્દેશ્ય માટે ખાનગી જમીનને કોઇ પણ પ્રકારના વળતર વિના લેવી કલમ 300એ હેઠળ બંધારણીય ગેરન્ટીની ભાવનાની વિરુદ્ધમા છે.

શું છે સમગ્ર કેસ?

ગુરુપ્રસાદની પાંચ એકર અને એક ગુંઠા જમીન અને તેમની પત્ની નંદિનીના નામે રહેલી 38 ગુંઠા જમીન KIADB દ્વારા અધિગ્રહણ કરવામાં આવી હતી. કોર્ટે નોંધ્યું હતું કે ફાળવણી પછી તેમને KIADB તરફથી 7.5 કરોડ રૂપિયા મળ્યા, "તે પણ બજાર મૂલ્યના 50 ટકાના ડિસ્કાઉન્ટ દર સાથે".

Valentine Day 2023: આ રાજ્ય સરકારની અનોખી પહેલ, દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરવા પર સરકાર 5 લાખ રૂપિયા આપશે

Valentine Day Special: આ વેલેન્ટાઈન ડેના અવસર પર મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકારે રાજસ્થાનમાં એક અનોખી પહેલ કરી છે. પ્રેમી યુગલોના પ્રેમ લગ્નને સરળ બનાવવા અને રાજ્યના ખાસ દિવ્યાંગ લોકોને મોટી રાહત આપવા માટે સરકારે નવી જાહેરાત કરી છે. હવે કોંગ્રેસ સરકાર દ્વારા રાજ્યના 80 ટકા વિશેષ દિવ્યાંગોને જીવન સાથી બનાવવા માટે ભેટ આપવામાં આવશે. સરકારે આવા દંપતીને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ સાથે સરકારે આંતરજ્ઞાતિય લગ્નો માટે આપવામાં આવતી આર્થિક સહાયની રકમ પણ રૂ.5 લાખથી વધારીને રૂ.10 લાખ કરી દીધી છે.

સીએમ ગેહલોતે પણ સમૂહ લગ્ન સંમેલનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે. તેમણે સામૂહિક લગ્ન અનુદાન યોજના હેઠળ ચૂકવવાપાત્ર અનુદાનની રકમ 18 હજાર રૂપિયાથી વધારીને 25 હજાર રૂપિયા પ્રતિ યુગલ કરી છે. વિવિધ સમાજ, જાતિ અને ધર્મના પરિવારો વિવિધતામાં એકતાની ભાવનાને સાકાર કરીને સમૂહ લગ્ન સમારોહમાં ભાગ લે છે અને ઓછામાં ઓછા 25 યુગલો સાથે લગ્ન કરે છે, તો પ્રસંગ માટે રૂ. 10 લાખની વધારાની સહાય આપવામાં આવશે.

સીએમ ગેહલોતને ચૂંટણીમાં ફાયદો થશે

જણાવી દઈએ કે રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દર પાંચ વર્ષે સત્તા પરિવર્તનની પરંપરા અહીં લાંબા સમયથી ચાલી આવે છે. પરંતુ આ વખતે કોંગ્રેસ વર્ષો જૂની પરંપરાને તોડીને ફરી એકવાર રાજ્યમાં સત્તા પર આવવા માંગે છે. આ માટે મુખ્યમંત્રી અને તેમની સમગ્ર કોંગ્રેસ પાર્ટી શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. હાલમાં જ સીએમ ગેહલોતે બજેટમાં દરેક વર્ગને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. તમામ વિભાગોને ધ્યાનમાં રાખીને બજેટની જાહેરાત કરવામાં આવી છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે સરકારની આ જાહેરાતોની આગામી વિધાનસભાની ચૂંટણીમાં અસર પડશે અને વર્તમાન સરકારને તેનો મોટો ફાયદો થશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Dumper Accident: સુરતમાં ડમ્પર ચાલકે 3 વાહનોને મારી ટક્કરDwarka News : દેવભૂમિ દ્વારકાના ઓખામાં દુર્ઘટના, જેટી પર ક્રેન તૂટતા 3 કામદારના મોતJamnagar news: જામનગરમાં જીજી હોસ્પિટલની નવી ઈમારતનો પ્રોજેક્ટ અંતિમ તબક્કામાંPassenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Embed widget