શોધખોળ કરો

૬ લાખ આવકવાળાને LPG સબસીડી છોડવી પડશે!, જાણો શું છે સરકારની યોજના

નવી દિલ્હીઃ સરકારી, સાર્વજનિક ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનીકંપનીઓ અને વાર્ષિક છ લાખ રૂપિયાની આવક ધરાવતા લોકો ટૂંકમાં જ એલપીજી સબસિડી મેળવતા લોકોની યાદીમાંથી બહાર થઈ જશે. જરૂરિયાતમંદ લોકો સુધી લાભ પહોંચાડવા માટે સરકાર સમૃદ્ધ લોકોને એલપીજી સબસિડીના દાયરામાંથી બહાર કરવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી સરાકરે દસ લાખ અથવા તેનાથી વધારે વાર્ષિક આવક ધરાવતા લોકોને સ્વેચ્છાએ સબસિડી છોડવાની અપીલ કરી હતી. પેટ્રોલિયમ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાનુસાર, સરકાર સમૃદ્ધ લોકોને એલપીજી સબસિડીના દાયરામાંથી બહાર કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કરીચૂકી છે. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રસાદ ખુદ સંસદની અંદર સ્વેચ્છાએ સબસિડી છોડવાની અપીલ કરીચૂક્યા છે. પરંતુ આજે પણ મોટી સંખ્યામાં આર્થિક અને સમૃદ્ધ પરિવાર સબસિડીનો લાભ લઈ રહ્યા છે. સરકાર ટૂંકમાં જ લોકોને સબસિડીની દાયરામાંથી બહાર કરશે. મંત્રાલયનું કહેવું છે કે, દેશમાં હાલમાં અંદાજે 17 કરોડ એલપીજી ઉપભોક્તા છે. તેમાંથી 16 કરોડથી વધારે લોકો સબસિડીનો લાભ લઈ રહ્યા છે. જ્યારે સબસિડી અને સબસિડી વગરના સિલિન્ડર વચ્ચેનો તફાવત 50 રૂપિયાથી પણ ઓછો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતને ધ્યાનમાં રાખતા આવતા કેટલાક મહિના સુધી કિંમતમાં વધારે ઉછાળો આવે એવું લાગતું નથી. એવામાં પચાસ હજાર રૂપિયા મહિને કમાતી વ્યક્તિ 50 રૂપિયા વધારે ચૂકવી શકે છે. દેશમાં 17.52 કરોડ એલપીજી કનેક્શન છે. તેમાંથી 16.09 કરોડ ઉપભોક્તા એલપીજી સબસિડી લે છે. સરકારે પહલ યોજના (ડીબીટીએલ) અંતર્ગત અત્યાર સુધી 41 હજાર 57 કરોડ રૂપિયાની સબસિડી આપી છે. દિલ્હીમાં સબસિડીની કિંમત 425 રૂપિયા અને સબસિડી વગરના સિલિન્ડરની કિંમત 466 રૂપિયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: દેશમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 

રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ પહેલા રજૂ કરશે વંદે માતરમ બિલ, અપમાન કરવા બદલ થશે કડક સજા

સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી

India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી

ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

Embed widget