ડિસેમ્બર 2021થી સરકારે કેટલી વેબ લિંક કરી બ્લોક ? રાજ્યસભામાં શું આપ્યો જવાબ, જાણો
ચાલુ વર્ષે જૂન સુધીમાં મંત્રાલયના વિવિધ મીડિયા યુનિટ્સ અને સંસ્થાઓમાં 1841 પોસ્ટ ખાલી છે. છેલ્લા પાંચ વર્ષમાં બેકલોગ સહિત 446 પોસ્ટ ભરવામાં આવી છે.
Rajysabha: કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં ગુરુવારે જણાવ્યું કે, ડિસેમ્બર 202થી 635 યુઆરએલ, જેમાં 10 વેબસાઇટ્સ અને 5 એપ્સ સામેલ છે તેને બ્લોક કરવામાં આવી છે. તેમને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (Intermediary Guidelines and Digital Media Ethics Code) નિયમ, 2021 અંતર્ગત પૂછવામાં આવેલા પ્રશ્નનો આ ઉત્તર આપ્યો હતો.
કેટલી પોસ્ટ છે ખાલી
આ ઉપરાંત માહિતી ખાતામાં કેટલી જગ્યા છે તેના પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું, ચાલુ વર્ષે જૂન સુધીમાં મંત્રાલયના વિવિધ મીડિયા યુનિટ્સ અને સંસ્થાઓમાં 1841 પોસ્ટ ખાલી છે. છેલ્લા પાંચ વર્ષમાં બેકલોગ સહિત 446 પોસ્ટ ભરવામાં આવી છે.
માર્ચ 2023માં શું આપી હતી માહિતી
સરકારે 2018 થી 30,310 વેબ લિંક્સને બ્લોક કરવા માટે સૂચનાઓ જારી કરી છે, જેમાં સોશિયલ મીડિયા લિંક્સ, પૃષ્ઠો, એકાઉન્ટ્સ, ચેનલો, એપ્લિકેશન્સ, વેબ પૃષ્ઠો, વેબસાઇટ્સ વગેરેનો સમાવેશ થાય છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે માર્ચ 2023માં સંસદમાં માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભાને જણાવ્યું કે IT નિયમો હેઠળ રચાયેલી સમિતિએ વિવિધ મંત્રાલયો, વિભાગો અને રાજ્યોમાં કુલ 41,172 URL (યુનિફોર્મ રિસોર્સ લોકેટર) ની તપાસ કરી, જે IT એક્ટ 2000ની કલમ 69A હેઠળ બ્લોક કરવા માટે નોડલ પાસેથી પ્રાપ્ત થયા હતા. કેન્દ્રીય પ્રધાન વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી) નિયમો, 2009માં પરિકલ્પના મુજબ યોગ્ય પ્રક્રિયાને અનુસરે છે. 2018 થી 15 માર્ચ, 2023 સુધીમાં 30,310 URL ને બ્લોક કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. આમાં સોશિયલ મીડિયા URL, એકાઉન્ટ્સ, ચેનલ્સ, પૃષ્ઠો, એપ્લિકેશન્સ, વેબ પૃષ્ઠો, વેબસાઇટ્સ વગેરેનો સમાવેશ થાય છે.
Join Our Official Telegram Channel: