શોધખોળ કરો
Advertisement
BMW કાર, ગોલ્ડ, જમીનઃ આટલા કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે આદિત્ય ઠાકરે
ચૂંટણીફોર્મના સોગંદનામામાં જણાવ્યા અનુસાર, આદિત્ય ઠાકરે પર કોઇ ગુનાહિત કેસ દાખલ નથી
મુંબઇઃ શિવસેના પ્રમુખના દીકરા આદિત્ય ઠાકરેએ આજે વર્લી વિધાનસભા બેઠક માટે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તે ઠાકરે પરિવારના પ્રથમ એવા સભ્ય છે જે વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણીફોર્મના સોગંદનામામાં જણાવ્યા અનુસાર, આદિત્ય ઠાકરે પર કોઇ ગુનાહિત કેસ દાખલ નથી. આદિત્ય ઠાકરે પાસે કુલ 11 કરોડ 38 લાખ 5258 રૂપિયાની સંપત્તિ છે. તેઓના પર કોઇ લોન નથી.
ચૂંટણીના એફિડેવિટમાં જણાવ્યા અનુસાર, આદિત્ય ઠાકરે પાસે 10 કરોડ 36 લાખ 15,218 કરોડ રૂપિયાની એફડી છે. તે સિવાય 20 લાખ 39 હજાર રૂપિયાના બોન્ડ શેર છે. તેમની પાસે એક બીએમડબલ્યૂ કાર પણ છે જેની કિંમત 6 લાખ 50 હજાર રૂપિયા છે. 64 લાખ 64,075 રૂપિયાના ઘરેણા છે જ્યારે 10 લાખ 22 હજાર રૂપિયાની બીજી સંપત્તિ છે. તેમણે પોતાની આવકનો સ્ત્રોત બિઝનેસ હોવાનું કહ્યું છે.
એફિડેવિટમાં આદિત્ય ઠાકરેએ કહ્યુ કે, તેના હાથમાં 30 હજાર રૂપિયા રોકડા છે. આદિત્યનું રોકાણ લગભગ સાડા 20 લાખ રૂપિયા છે. આ રીતે આદિત્ય પાસે કુલ 11 કરોડ 38 લાખ 5 હજાર 258 રૂપિયાની ચલ સંપત્તિ છે. જ્યારે અચલ સંપત્તિની વાત કરવામાં આવે તો તેની પાસે કુલ 4 કરોડ 67 લાખ 6 હજાર 914 રૂપિયાની સંપત્તિ છે. આદિત્ય ઠાકરેએ પોતાની એફિડેવિટમાં આ જાણકારી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેમના ના કોઇ લોન છે ના કોઇ ગુનાહિત કેસ છે. ઉમેદવારીપત્રક ભરતા અગાઉ આદિત્ય ઠાકરેએ મુંબઇમાં મોટો રોડ શો કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. રોડ શો દરમિયાન આદિત્યએ કહ્યું કે, લોકોને પ્રેમ જોઇને ખુશી થઇ રહી છે અને પ્રજા અમારી સૌથી મોટી તાકાત છે. સાથે તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ફડણવીસે ફોન પર તેને આશીર્વાદ આપ્યા છે.Maharashtra: Shiv Sena leader Aaditya Thackeray on his way to the office of Returning Officer to file nomination from the Worli Assembly constituency in Mumbai for the upcoming #MaharashtraAssemblyPolls pic.twitter.com/rB15SIIvax
— ANI (@ANI) October 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement