હેલિકૉપ્ટર ક્રેશમાં ઇજાગ્રસ્ત થયેલા ગૃપ કેપ્ટન વરુણ સિંહનુ નિધન, સાત દિવસના સંઘર્ષ બાદ લીધો અંતિમ શ્વાસ
હેલિકૉપ્ટર દૂર્ઘટનામાં ઘાયલ થયેલા ગૃપ કેપ્ટન વરુણ સિંહ પણ નથી રહ્યાં. સાત દિવસ બાદના સંઘર્ષ બાદ બેંગ્લુરુની હૉસ્પીટલમાં તેમને છેલ્લો શ્વાસ લીધો છે
TamilNadu Chopper Crash: તામિલનાડુના કન્નૂરમાં હેલિકૉપ્ટર દૂર્ઘટનામાં ઘાયલ થયેલા ગૃપ કેપ્ટન વરુણ સિંહ પણ નથી રહ્યાં. સાત દિવસ બાદના સંઘર્ષ બાદ બેંગ્લુરુની હૉસ્પીટલમાં તેમને છેલ્લો શ્વાસ લીધો છે. વરુણ સિંહ જનરલ બિપિન રાવતની સાથે હેલિકૉપ્ટર ક્રેશ દૂર્ઘટનાનો શિકાર થયા હતા.
ગૃપ કેપ્ટન વરુણ સિંહનુ નિધન
ગૃપ કેપ્ટન વરુણ સિંહ બેંગલુરુ કમાન્ડ હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ હતા, અહીં તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં હતા, આખરે તેમને આજે અંતિમ શ્વાસ લીધા છે. ભારતીય વાયુસેનાના અધિકારીએ આ માહિતી આપી છે.
અગાઉ સેનાના અધિકારીઓએ આ બાબતે માહિતી આપતા જાણાવ્યુ હતુ કે, વરુણ સિંહને ગુરુવારે તમિલનાડુના વેલિંગ્ટનથી બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગ્રૂપ કેપ્ટન સિંઘને ઓગસ્ટમાં શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતા, જે તેજસને સફળતાપૂર્વક બચાવવા માટે શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતા, જે ફાઇટર જેટ ગયા વર્ષે મોટી ટેકનિકલ ખામીને કારણે સંભવિત ક્રેશમાંથી અથડાયું હતું.
તામિલનાડુના કન્નૂરની પાસે 8 ડિસેમ્બરે વાયુસેનાનુ એક હેલીકૉપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ. જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાર જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 લોકોના મોત થઇ ગયા હતા. દૂર્ઘટનામાં ગૃપ કેપ્ટન વરુણ સિંહ એકલા જીવત વ્યક્તિ બચ્યા હતા. જ્યારે અન્ય તમામના મોત થઇ ચૂક્યા હતા. ગયા બુધવારે આ હેલિકૉપ્ટર દૂર્ઘટનામાં પ્રમુખ રક્ષા અધ્યક્ષ (સીડીએસ) જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 11 અન્ય સૈન્યકર્મીઓના મૃત્યુ થઇ ગયા હતા. વળી, વરુણ સિંહે ગંભીર રીતે ઘાયલ થયા હતા,અને બેગ્લુરુની હૉસ્પીટલમાં સારવાર લઇ રહ્યાં હતા.
વરુણ સિંહની કેરિયર અને ગુજરાત કનેક્શન -
વરુણ સિંહના પિતા કે.પી.સિંહ 50 LTએયર ડિફેન્સ યૂનિટમાં કર્નલ હતા. 1995માં કર્નલ સિંહની બદલાઈ કચ્છના ગાંધીધામમાં થઇ હતી. પરિણામે,વરુણ સિંહ થોડા સમય માટે પરિવાર સાથે ગાંધીધામમાં વસવાટ કરી ગયા છે. કર્નલ કે.પી.સિંહ મીઠી રોહર વિસ્તારમાં આવેલા BSF કેમ્પના ક્વાટરમાં રહેતા હતા. આ દરમિયાન વરુણ સિંહ ગાંધીધામની કેન્દ્રિય વિદ્યાલયના વિદ્યાર્થી રહ્યા હતા.વરુણ સિંહે ધોરણ 9 અને 10માં ગાંધીધામની કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હતી. 1996થી 98ના સમયગાળામાં અહીં અભ્યાસ કરી ચુકેલા વરુણ સિંહને તેમના શિક્ષકો આજે પણ એ દિવસોને યાદ કરી તેમના સ્વાસ્થ્યની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.