Gujarat Congress: ગુજરાત કોંગ્રેસે સોશિયલ મીડિયાનું નવું માળખું કર્યું જાહેર, જુઓ લિસ્ટ
નવા માળખામાં ૧૫ ઉપપ્રમુખ, ૩૦ મહામંત્રી, ૪૪ મંત્રી તથા ૬૦ એક્ઝીક્યૂટીવ કમિટી મેમ્બર જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ વિચારધારા જન જન સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનું નવું માળખું જાહેર કરાયું છે.
અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયાનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના અલગ અલગ ઝોનમાંથી ૧૫૦થી વધારે કાર્યકર્તાઓને સ્થાન આપવામાં આવ્યું છે. તમામ જિલ્લાઓ અને શહેરોના પ્રમુખોની પણ નિમણુંક કરવામાં આવી છે. નવા માળખામાં ૧૫ ઉપપ્રમુખ, ૩૦ મહામંત્રી, ૪૪ મંત્રી તથા ૬૦ એક્ઝીક્યૂટીવ કમિટી મેમ્બર જાહેર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં કોંગ્રેસ પક્ષની વિચારધારા જન જન સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનું નવું માળખું જાહેર કરાયું છે.
પ્રદેશ માળખાની નિમણુંક સાથે ભરૂચ કોંગ્રેસમાં કકળાટ શરૂ
પ્રદેશ માળખાની નિમણુંક સાથે ભરૂચ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. ભરૂચમાં ક્ષત્રિય સમાજને મહત્વ આપતા અન્ય સમાજ નારાજ થયો છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બદલાવવા માંગ ઉઠી છે. પ્રમુખ પરીમલસિંહ રાણા નિષ્ફળ ગયા હોવાનો આરોપ લગાવાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણઓમાં નિષ્ફળ છતાં ન બદલાતા નારાજગી જોવા મળી રહી છે. આજ રોજ જાહેર થયેલી નવી નિમણૂકોમાં ભરૂચ જિલ્લામાંથી 4 લોકોનો સમાવેશ કરાયો છે. જેમાં 4 પૈકી 3 લોકો ક્ષત્રિય સમાજના હોવાથી અન્ય સમાજ નારાજ થયો છે. રાજેન્દ્રસિંહ રાણા, માનસિંહ ડોડીયા અને સંદીપ માંગરોળાની નિમણુંક કરવામાં આવી છે. ત્રણેય ક્ષત્રિય આગેવાનોને મહામંત્રી બનાવતા નારાજગી જોવા મળી રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓને અભિનંદન સહ શુભકામનાઓ#GujaratCongressSocialMedia pic.twitter.com/5AC7fPd90X
— Gujarat Congress (@INCGujarat) March 27, 2022
ભરૂચમાં OBCની વસ્તી 17 ટકા છતાં સ્થાન ન અપાયાનો આરોપ લગાવાયો છે. ભરૂચમાં SC - STની વસ્તી 40 ટકા છતાં મહત્વ ન અપાતા નારાજગી જોવા મળી રહી છે. લઘુમતી સમાજની વસ્તી 18 ટકા છતાં એક જ વ્યક્તિને સ્થાન અને ક્ષત્રિયની વસ્તી 04 ટકા છતાં 4 વ્યક્તિને સંગઠનમાં સમાવતા કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિમલસિંહ રાણાને હટાવવા કોંગ્રેસના બે જૂથ આમને સામને છે. પરિમલસિંહ રાણાને ભૂતકાળમાં શો કોઝ નોટિસ અપાઈ છતાં કાર્યવાહી ન થયાનો આરોપ છે. આ ઉપરાંત રાણા સામે પક્ષ વિરોધી કામગીરીના પણ આરોપ છે.