Coronavirus Cases LIVE: કેરળમાં ઝીકા વાયરસના કેસ બાદ વીકેંડ લોકડાઉનનો કડક અમલ
ગુજરાતમાં કોરોનાના કુલ કેસ ૮,૨૪,૨૦૦ છે જ્યારે કુલ મરણાંક ૧૦,૦૭૩ છે. હાલ રાજ્યમાં ૧૧૫૧ એક્ટિવ કેસ છે .
LIVE
Background
દેશ સહિત ગુજરાતમાં પણ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ગુજરાતમાં કોરોના કાબુમાં આવી ગયો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી કેસની સંખ્યા ઘટીને 50ની આસપાસ જ નોંધાઈ રહી છે. કોરોના પીક પર હતો ત્યારે રાજ્યમાં દૈનિક 14 હજાર જેટલા કેસ નોંધાતા હતા.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
COVID19 | India reports 41,506 new cases, 895 deaths and 41,526 recoveries today, as per Union Health Ministry
— ANI (@ANI) July 11, 2021
Total active cases: 4,54,118
Total discharges: 2,99,75,064
Death toll: 4,08,040
Total Vaccination : 37,60,32,586 pic.twitter.com/Ccur2VhC4T
કેરળમાં વીકેંડ લોકડાઉન
કેરળમાં ઝીકા વાયરસના કેસની સંખ્યા 15 પર પહોંચી છે. જે બાદ રાજ્યમાં વીકેંડ લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે 14087 કેસ અને 109 લોકોના મોત થયા હતા
અમદાવાદમાં આજે પણ શરૂ રહેશે રસીકરણ
અમદાવાદ શહેરમાં ત્રણ દિવસ બાદ શનિવારે ફરી રસીકરણ કામગીરી શરૃ કરવામાં આવી હતી.શનિવારે શહેરમાં કુલ ૩૧૨૩૨ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.સાત ઝોનમાં ૫૯૪ જેટલા સુપર સ્પ્રેડર્સને રસી અપાઈ હતી.રસીનો જથ્થો ઉપલબ્ધ થતા શહેરમાં આજે રવિવારે પણ વેકિસનેશનની કામગીરી કરવામાં આવશે એમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
ગુજરાતમાં કેટલા લોકો છે ક્વોરન્ટાઈન
રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૮,૨૪,૨૦૦ છે જ્યારે કુલ મરણાંક ૧૦,૦૭૩ છે. હાલમાં ૧૧૫૧ એક્ટિવ કેસ છે જ્યારે ૮ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૫૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૨,૯૭૬ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૬૪% છે. વધુ ૫૫,૯૯૨ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક ૨.૪૧ કરોડ છે. હાલ રાજ્યમાં ૮૩૪૬ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
અમદાવાદમાં સૌથી વધુ એક્ટિવ કેસ
ગુજરાતમાં ડાંગ-પાટણ ઉપરાંત બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, મોરબી, સુરેન્દ્રનગર, પંચમહાલ, તાપી, જુનાગઢ, કચ્છ, સાબરકાંઠા, આણંદ, ખેડામાં 10થી ઓછા એક્ટિવ છે. અમદાવાદમાં સૌથી વધુ ૪૧૨ એક્ટિવ કેસ છે.