Gujarat: કેન્દ્રિય ગૃહમંત્રાલયે 'યુનિયન હોમ મિનિસ્ટર સ્પેશ્યલ ઓપરેશન મેડલ'ની કરી જાહેરાત, ગુજરાતના 20 અધિકારીઓ સન્માનિત
કેન્દ્રિય ગૃહમંત્રાલયે 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ પર યુનિયન હોમ મિનિસ્ટર સ્પેશ્યલ ઓપરેશન મેડલની જાહેરાત કરી હતી.
નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રાલયે 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ પર કરી હતી. ગુજરાતના 20 પોલીસકર્મીઓ અને અધિકારીઓને આ મેડલથી સન્માનિત કરાયા હતા. જેમાં દીપેન ભાદરાન, ડીઆઇજીપી, સુનીલ જોશી, એસપી, બળવંતસિંહ ચાવડા, ડીવાયએસપી, ભાવેશ.પી. રોજિયા, ડીવાયએસપી, હર્ષ એન ઉપાધ્યાય, ડીવાયએસપી, વિષ્ણુ કુમાર બી પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, સંજય કુમાર.એન.પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર, જતિન કુમાર.એમ. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, જયેશ.એન.ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર, હસમુખભાઇ. કે ભરવાડ, પોલીસ ઇન્સ્પેક્ટર, ભીખાભાઇ એચ કોરોટ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, રવિરાજસિંહ.બી.રાણા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, શ્રીમતિ કોમલ.આર. વ્યાસ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, મૃણાલ.એન.શાહ, પોલીસ વાયરલેસ સબ-ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે.
Union Home Minister’s “Special Operation Medal” for the year 2023 awarded for 4 Special Operations
— PIB India (@PIB_India) October 31, 2023
Read here: https://t.co/mUodeNlAIh
24 એપ્રિલ થી 1, મે 2022 સુધી સ્પેશ્યલ ઓપરેશન ચલાવવામાં આવ્યા હતા તે અંતર્ગત આ મેડલ આપવામાં આવ્યા હતા. મોટાભાગના પોલીસ અધિકારીઓ ગુજરાત એટીએસના અધિકારીઓ છે. આ અધિકારીઓ ડ્રગ્સ અને આતંકી પ્રવૃતિ નિરોધક ટીમના સભ્યો છે.
મંત્રાલયે કહ્યું હતું કે આ મેડલની શરૂઆત 2018 માં તે કામગીરીને ઓળખવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી જેમાં ઉચ્ચ સ્તરનું આયોજન સામેલ છે, જે દેશ/રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સુરક્ષા માટે ઉચ્ચ મહત્વ ધરાવે છે અને મોટા વર્ગોની સુરક્ષા પર નોંધપાત્ર અસર કરે છે. આ પુરસ્કાર આતંકવાદ વિરોધી, સરહદી કામગીરી, શસ્ત્ર નિયંત્રણ, માદક દ્રવ્યોની હેરાફેરી અને બચાવ કામગીરી જેવા ક્ષેત્રોમાં હાથ ધરવામાં આવેલ વિશેષ કામગીરી માટે આપવામાં આવે છે.
નોંધનીય છે કે દર વર્ષે 31 ઓક્ટોબરે તેની જાહેરાત કરવામાં આવે છે. એક વર્ષમાં પુરસ્કાર માટે સામાન્ય રીતે ત્રણ સ્પેશિયલ ઓપરેશન્સ ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે અસાધારણ સંજોગોમાં રાજ્ય/યુટી પોલીસને પ્રોત્સાહિત કરવા માટે પાંચ સ્પેશિયલ ઓપરેશન્સ સુધી એવોર્ડ આપવામાં આવી શકે છે.
સીઆરપીએફના 51, એનઆઈએના 09, એનસીબીના 14, આંધ્રપ્રદેશ પોલીસના 12, આસામ પોલીસના 5, ગુજરાત પોલીસના 20, ઝારખંડ પોલીસના 16 અને મધ્યપ્રદેશ પોલીસના 21 લોકોને પુરસ્કાર આપવામાં આવ્યા છે. આ સાથે તમિલનાડુ, તેલંગણા અને ઉત્તરાખંડ સહિત અન્ય કેટલાક રાજ્યોના પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.