‘ભયનો માહોલ...’, વારાણસીની Gyanvapi Masjidના સર્વે પર ચૂકાદો સંભળાવનારા જજને સતાવી રહી છે પરિવારની ચિંતા
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં કોર્ટના આદેશ બાદ કાલથી સર્વે શરૂ થઇ શકે છે. વળી, બીજીબાજુ કાલે આ મામલા પર ફેંસલો સંભળાવનારા જજે પોતાની સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી છે.
Gyanvapi Masjid Case Judge: વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં કોર્ટના આદેશ બાદ કાલથી સર્વે શરૂ થઇ શકે છે. વળી, બીજીબાજુ કાલે આ મામલા પર ફેંસલો સંભળાવનારા જજે પોતાની સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી છે. ખરેખરમાં સિવિલ જજ રવિ કુમાર દિવાકર જેમને જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના સર્વેક્ષણને ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે અને જ્ઞાનવાપી શૃંગાર ગૌરી પરિસરનો વીડિયો સર્વે કરવા માટે કોર્ટ દ્વારા નિયુક્ત વકીલને બદલવાની અરજીને ફગાવી દીધી, એ ગુરુવારે પોતાની સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી છે.
પોતાના આદેશમાં જજે કહ્યું કે, આ ફેંસલા બાદ તેની આસપાસ ડરનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે, અને તે પોતાના પરિવારની સુરક્ષાને લઇને ખુબ ચિંતામાં છે. તેમને કહ્યું કે, તે એક સામાન્ય કોર્ટ કમીશનની કાર્યવાહીને અસામાન્ય મામલો બનાવીને ભયનો માહોલ પેદા કરી દેવામાં આવ્યો છે. હવે મુને પણ પોતાના પરિવારની ચિંતા થાય છે. દિવાકરે કહ્યું કે, ડર એટલો બધો છે કે, મારો પરિવાર હંમેશા મારી સુરક્ષાને લઇને ચિંતામાં રહે છે અને હું તેમની સુરક્ષાને લઇને ચિંતિત રહુ છે. મારી પત્ની હંમેશા મારી સુરક્ષાને લઇને ચિંતિત રહે છે.
હું એક મસ્જિદ ગુમાવી ચૂક્યો છું, હવે ફરીથી નથી ગુમાવવા માંગતો -
વળી બીજીબાજુ એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) મામલાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જે રીતે બાબરી મસ્જિદને છીનવી લેવામાં આવી,તે તારીખને દોહરાવવામાં આવી રહી છે. હું એક મસ્જિદ ગુમાવી ચૂક્યો છું, હવે ફરીથી મસ્જિદ ગુમાવવા નથી માંગતો.
ઓવૈસીએ એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં કોર્ટના ફેંસલા પર કહ્યું આજનો આદેશ 1991ના ફેંસલાનુ ઉલ્લંઘન છે. ફેંસલા વિરુદ્ધ મસ્જિદ કમિટી અને પર્સનલ લૉ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં જવુ જોઇએ. ગરમીની રજાઓ પહેલા તરતજ જવુ જોઇએ. સુપ્રીમ કોર્ટની સામે કેસ મુકવો જોઇએ.
કોર્ટે શું આપ્યો છે આદેશ ?
કોર્ટે કહ્યું કે, કોર્ટ કમિશનર 17 મેએ પોતાનો રિપોર્ટ સોંપે, મળેલી જાણકારી અનુસાર, કોર્ટે સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી સર્વેનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, 17 મે સુધી રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રના સહયોગથી સર્વે પુરો કરાવવામાં આવે, કોર્ટે કહ્યું કે સર્વેની કાર્યવાહી દરમિયાન જો કોઇ એક કોર્ટ કમિશનર એબસેન્ટ પણ રહેશે તો પણ કાર્યવાહી થશે.
જ્ઞાનવાપી (Gyanvapi Masjid) મસ્જિદ અને શૃંગાર ગૌરી મામલાને લઇને ગુરુવારે વારાણસી (Varanasi)ની સિવિલ કોર્ટ (Civil Court) એ ફેંસલો સંભળાવી દીધો. કોર્ટે સર્વેના કામમાં અડચણ ઉભી કરવાની કોશિશ કરાનારા લોકો વિરુદ્ધ પ્રાથમિકી નોંધવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કહેવામાં આવ્યુ છે કે, જો ગેટની ચાવી પણ ના મળે તો તાળુ તોડી શકાશે. આની સાથે જ સર્વે દરમિયાન વીડિયોગ્રાફીનો પણ નિર્દેશ આપવામા આવ્યા છે.
આ પણ વાંચો..........
Astrology Tips: ઘરની લક્ષ્મી કહેવાય છે, આ રાશિની યુવતીઓ,માતા પિતા માટે નિવડે છે ખૂબ જ ભાગ્યશાળી
Monsoon Update: આ વર્ષે ચોમાસાનું આગમન થશે વહેલું, જાણો ક્યારે પડશે પહેલો વરસાદ
સલમાન ખાનની 'ટાઈગર 3'થી લઈને અલ્લૂ અર્જુનની 'પુષ્પા 2' સુધી, આ ફિલ્મો આવતા વર્ષે આ સમયે રિલીઝ થશે
High Inflation Rate: આઠ વર્ષમાં મોંઘવારીએ કમર તોડી નાંખી, શાકભાજી, કઠોળ, વીજળી બધું જ મોંઘું થયું