(Source: ECI/ABP News/ABP Majha)
Hanuman Chalisa Row: NCP નેતા ફહેમિદા હસને PM આવાસની બહાર હનુમાન ચાલીસા પાઠની માંગી મંજૂરી, ગૃહ મંત્રીને લખ્યો પત્ર
Hanuman Chalisa Row: NCPની મહિલા નેતા ફહમીદા હસન ખાને ગૃહમંત્રી શાહને પત્ર લખ્યો છે. તેમણે પીએમ મોદીના આવાસની બહાર હનુમાન ચાલીસા, દુર્ગા ચાલીસા, નમાઝ, નવકાર જેવા મંત્રોના પાઠ કરવાની પરવાનગી માંગી છે.
Hanuman Chalisa Row: મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વિવાદ વચ્ચે NCPની મહિલા નેતા ફહમીદા હસન ખાને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. તેમણે પીએમ મોદીના આવાસની બહાર હનુમાન ચાલીસા, દુર્ગા ચાલીસા, નમાઝ, નવકાર જેવા મંત્રોના પાઠ કરવાની પરવાનગી માંગી છે. તેણીએ કહ્યું કે તે આ કરવા માંગે છે. કૃપા કરીને પીએમ મોદીના ઘરની બહાર તમામ ધર્મના પાઠ કરવા માટેનો દિવસ અને સમય જણાવો.
ફહમિદા હસને કહ્યું કે, તે હંમેશા પોતાના ઘરે હનુમાન ચાલીસા અને દુર્ગા ચાલીસાનો પાઠ કરે છે. જો, રવિ રાણા અને નવનીત રાણાને માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાનો ફાયદો દેખાય છે, તો તેઓ દેશના હિત માટે પીએમ મોદીના ઘરની બહાર તમામ ધર્મોના પાઠ કરવા માંગે છે.
તેમણે કહ્યું કે, દેશમાં જે રીતે બેરોજગારી અને મોંઘવારી વધી રહી છે, તે જોતાં દેશના વડાપ્રધાને જાગવું જરૂરી બન્યું છે. જો હિન્દુત્વ અને જૈન ધર્મને જાગૃત કરીને દેશમાંથી મોંઘવારી અને બેરોજગારી ઓછી કરી શકાય અને દેશને ફાયદો થાય તો તે પીએમ મોદીના ઘરની બહાર સર્વધર્મનો પાઠ કરવા માંગે છે.
I've asked HM Amit Shah for permission to chant prayers of every religion in front of PM Modi's residence. If Hindutva, Jainism elevates for country's benefit to reduce inflation, unemployment, starvation,I'd like to do it:NCP Mumbai north district working pres Fahmida Hasan Khan pic.twitter.com/QN4rtOheiJ
— ANI (@ANI) April 25, 2022
શું છે મામલો
અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેના પતિએ એક જાહેરાત કરી હતી કે તેઓ તેમના સમર્થકો સાથે સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી બહાર હનુમાન ચાલીસાના પાઠ કરશે. જે બાદ 23 એપ્રિલના રોજ સવારે શિવસેના કાર્યકરો ભડક્યાં અને સાંસદના ઘરની આગળ બેસીને પ્રદર્શન કરવા લાગ્યા. આ દરમિયાન સાંસદ નવનીતા રા બહર ન આવી. સાંજે તેણે જણાવ્યું કે, તેનો હેતુ પૂરો થઈ ગયો હોવાથી તે હનુમાન ચાલીસાના પાઠ નહીં કરે. જેના થોડા સમય પછી મુંબઈ પોલીસની એક ટીમ તેના ઘરે પહોંચી અને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ. થોડીવારમાં જ તેની અને તેના પતિની ધરપકડ કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી. જેને લઈ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.