શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હરિયાણાના મંત્રીએ ધાર્મિક સંપ્રદાયને 50 લાખ રૂપિયાનું કર્યું દાન, કોંગ્રેસે સાંધ્યું નિશાન
નવી દિલ્લી: હરિયાણાના સ્વાસ્થ્ય અને ખેલ મંત્રી અનિલ વિજે ગ્રામીણ રમતોને પ્રોત્સાહિત કરવા માટે એક ધાર્મિક સંપ્રદાયને પોતાના ભંડોરમાંથી 50 લાખ રૂપિયાનું દાન કર્યું છે જેને લઈને કોંગ્રેસે તેમના પર નિશાન સાંધ્યું છે.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલે ડેરા સચ્ચા સોદાને 50 લાખ રૂપિયાનું દાન આપવાની રવિવારે કરવામાં આવેલી જાહેરાત પર પ્રતિક્રિયા આપતા આજે કહ્યું, ‘મેં આ અહેવાલના તમામ કોણ જોયા નથી. તમામ રાજનૈતિક પક્ષો તેના સમર્થનમાં છે કે રમતોને પ્રોત્સાહિત કરવા માટે ધનરાશિ દાન કરવી જોઈએ. અનિલ વિજે લોકોની સાથે પોતાના સુઝાવને લઈને નિર્ણય પર વિચાર કરવો જોઈએ. તેમને કહ્યું, તે એક જવાબદાર રાજનીતિ અને સંવૈધાનિક પદ પર છે. તેમને પોતાના વ્યવહાર વિશે એક નિર્ણય કરવો જોઈએ. જો તે કોઈ નિર્ણય ન લઈ શકતા હોય તો હરિયાણાના લોકોને આ કાર્ય કરવું પડશે. વિજે દાનની જાહેરાત રવિવારે સિરસા જિલ્લામાં ડેરા સચ્ચા સૌદામાં એક ખેલ કાર્યક્રમ પછી કરી હતી. આ અવસરે ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ પણ હાજર હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મહિલા
દેશ
સુરત
Advertisement
gujarati.abplive.com
Opinion