શોધખોળ કરો
Advertisement
હાથરસ કાંડ: પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ ગૃહ સચિવે કહ્યું- દોષિતોને કડક સજા થશે, SITએ કામ શરું કરી દીધું છે
ડીજીપી એચસી અવસ્થી અને અધિક મુખ્ય સચિવને પીડિત પરિવારે સવાલ કર્યો કે, અમારી દિકરીના અંતિમ સંસ્કાર આટલી ઉતાવળે કેમ કરવામાં આવ્યા.
નવી દિલ્હી: હાથરસ કાંડમાં પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ ઉત્તર પ્રદેશના અધિક મુખ્ય ગૃહ સચિવ અવનીશ અવસ્થીએ પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું કે, તેમણે પીડિતાના પરિવાર સાથે મળીને તેમને વિશ્વાસ અપાવ્યો છે કે, ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. એસઆઈટી આ મામલે તપાસ કરી રહી છે અને પરિવારના સભ્યોના નિવેદન નોંધવામાં આવ્યા છે.
અવનીશ અવસ્થીએ કહ્યું, “મુખ્યમંત્રીએ કહ્યું હતું અમે પરિવાર સાથે મુલાકાત કરી, ખૂબજ દૂખદ ઘટના છે. પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી અને વાતચીત કરી. અમે વિશ્વાસ આપ્યો છે કે,જે પણ દોષિત હશે તેની વિરુદ્ધ કઠોર કાર્યવાહી થશે. મુખ્યમંત્રીએ એસઆઈટીનું ગઠન કર્યું છે. એસઆઈટીએ પોતાનું કામ શરું કરી દીધું છે.
તેમણે કહ્યું કે, “એસઆઈટીની પ્રથમ રિપોર્ટ આવતીકાલે ચાર વાગ્યે મળશે. મુખ્યમંત્રીએ ગઈકાલે એસપી, સીઓ, ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. એસઆઈટીની તપાસ ચાલી રહી છે, પરિવારે જે પણ નિવદેન આપ્યું છે, તેની તપાસ એસઆઈટી કરી રહી છે. ગામમાં સુરક્ષા વ્યવસ્થા સ્થાયી રીતે લાગુ રહેશે. ”
ડીજીપી એચસી અવસ્થી અને અધિક મુખ્ય સચિવને પીડિત પરિવારે સવાલ કર્યો કે, અમારી દિકરીના અંતિમ સંસ્કાર આટલી ઉતાવળે કેમ કરવામાં આવ્યા. સાજે ડીએમના વલણની પણ ફરિયાદ કરી હતી. પીડિતાના ભાભીએ અધિકારીઓ સાથે મુલાકાત બાદ કહ્યું કે, જ્યાં સુધી અમારા સવાલોના જવાબ નહીં મળે ત્યાં સુધી કોઈ માંગ મંજૂર નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion