![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
HC on Dowry: પતિએ પત્નીના માતાપિતા પાસેથી કરી પૈસાની માંગ તો હાઇકોર્ટે કહ્યુ- આ 'દહેજ' નથી, જાણો સમગ્ર કેસ
HC on Dowry: અરજીકર્તા પતિના લગ્ન મહિલા સાથે 1994માં હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા
![HC on Dowry: પતિએ પત્નીના માતાપિતા પાસેથી કરી પૈસાની માંગ તો હાઇકોર્ટે કહ્યુ- આ 'દહેજ' નથી, જાણો સમગ્ર કેસ HC on Dowry: Husband Demanding Money From Wife’s Parents For Maintenance Of His Newly Born Baby Not ‘Dowry’: Patna High Court HC on Dowry: પતિએ પત્નીના માતાપિતા પાસેથી કરી પૈસાની માંગ તો હાઇકોર્ટે કહ્યુ- આ 'દહેજ' નથી, જાણો સમગ્ર કેસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/07/e7a0fbdfbd20819788cccbd0272e4492171248959738578_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
HC on Dowry:પટના હાઈકોર્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે જો કોઈ પતિ તેના નવજાત બાળકના ઉછેર અને જાળવણી માટે તેની પત્નીના માતા-પિતા પાસેથી પૈસાની માંગ કરે છે તો આવી માંગ દહેજ નિષેધ અધિનિયમ, 1961ની કલમ 2(i) હેઠળ "દહેજ" ની પરિષાભાના દાયરામાં આવતી નથી. ન્યાયાધીશ બિબેક ચૌધરીની હાઈકોર્ટ બેન્ચે એક પતિ દ્ધારા દાખલ રિવિઝન પિટિશનની મંજૂરી આપતા આ ટિપ્પણી કરી હતી જેણે ભારતીય દંડ સંહિતાની કલમ 498A હેઠળ અને દહેજ નિષેધ અધિનિયમ, 1961ની કલમ 4 (દહેજની માંગણી માટેનો દંડ) હેઠળ તેણીની સજાને પડકારવામાં આવી હતી.
અરજદારની પત્નીએ તેની અરજીમાં આરોપ લગાવ્યો છે કે અરજદાર અને તેના સંબંધીઓ પાસેથી તેમની પુત્રીના જન્મના ત્રણ વર્ષ પછી તેની સંભાળ અને સહાય માટે તેના પિતા પાસેથી 10,000 રૂપિયાની માંગણી કરી હતી. મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે અરજદારની માંગણીઓ અને અન્ય વૈવાહિક સંબંધોને પૂર્ણ ન કરવા બદલ તેણીને હેરાન કરવામાં આવી હતી.
અરજીકર્તા પતિના લગ્ન મહિલા સાથે 1994માં હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા. આ પછી તેઓ પતિ અને પત્ની તરીકે સાથે રહેવા લાગ્યા અને તેમને ત્રણ બાળકો છે - બે છોકરાઓ અને એક છોકરી. આ છોકરીનો જન્મ વર્ષ 2001માં થયો હતો. પત્નીનો આરોપ છે કે તેમની પુત્રીના જન્મના ત્રણ વર્ષ બાદ અરજદાર અને તેના સંબંધીઓએ બાળકની સંભાળ અને આધાર માટે તેના પિતા પાસેથી 10,000 રૂપિયાની માંગણી કરી હતી. અરજદારની માંગણીઓ અને અન્ય વૈવાહિક સંબંધો સંતોષવામાં ન આવતાં પત્નીને ત્રાસ આપવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
હાઇકોર્ટમાં પતિના વકીલે દલી કરી હતી કે પત્ની દ્ધારા અરજીકર્તા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપ સામાન્ય અને સર્વવ્યાપી પ્રકૃતિના છે. એટલા માટે તેમની સજાના આદેશને રદ્દ કરવો જોઇએ.
કોર્ટે શું કહ્યું
સુનાવણી દરમિયાન અદાલતને જાણવા મળ્યું કે આ સુધારામાં એકમાત્ર મુદ્દો એ છે કે વરરાજા અને તેના પરિવારના સભ્યો દ્વારા કન્યા પક્ષના બાળકના વ્યાજબી ભરણપોષણની માંગને દહેજ તરીકે ગણવામાં આવશે કે નહીં. કોર્ટે કહ્યું કે, ફરિયાદી અને અરજદાર વચ્ચેના લગ્ન માટે 10,000 રૂપિયાની ચુકવણી કરવામાં આવી ન હતી, પરંતુ તે પુત્રીના ભરણપોષણ માટે કરવામાં આવી હતી. તેથી તે 1961ના અધિનિયમ મુજબ કલમ 498A IPC મુજબ 'દહેજ'ની વ્યાખ્યાના દાયરામાં આવતું નથી. પરિણામે ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલ દોષિત ઠેરવવા અને સજાના ચુકાદા અને આદેશને રદ્દ કરવામાં આવ્યો હતો અને રિવિઝન પિટિશનને મંજૂરી આપવામાં આવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)