સંક્રમિતોના સંપર્કમાં આવ્યા બાદ ક્યારે કરાવવો જોઇએ કોરોનાનો ટેસ્ટ, એક્સપર્ટે આપી આ મહત્વની સલાહ, જાણો
ઘણીવાર જલ્દી ટેસ્ટ કરાવવાથી રિપોર્ટ નેગેટિવ આવે છે, પરંતુ જો શરીરમાં કોઇ લક્ષણ દેખાઇ રહ્યાં છે તો પણ તમે સંક્રમિત થઇ શકો છો.
Omicron Virus : દેશમાં ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે, નવો વેરિએન્ટ ઓમિક્રૉન દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે, અને સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આવામાં તમારે ધ્યાન રાખવુ જોઇએ કે તમે કોઇ સંક્રમિતના સંપર્કમાં ના આવો. આ બધાની વચ્ચે એઇમ્સએ મોટી ચેતાવણી આપીને એલર્ટ આપ્યુ છે. જો તમે કોઇના સંપર્કમાં આવી ગયો હોય તો તમારે ટેસ્ટ ક્યારે કરાવવો તે એક્સપર્ટની સલાહ પ્રમાણે કરાવવો જરૂરી છે. જાણો ક્યારે ટેસ્ટ કરાવવો જોઇએ.....
ક્યારે કરાવવો જોઇએ ટેસ્ટ-
હેલ્થ એક્સપર્ટનુ કહેવુ છે કે જો તમે કોઇપણ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવો છો, તો તેના 5 દિવસ બાદ જ્યારે કોઇ લક્ષણ દેખાય તો તરત જ ટેસ્ટ કરાવી લેવો જોઇએ. જો તમને કોઇપણ લક્ષણો દેખાય છે તો તરત જ આઇસૉલેટ કરી દો. જ્યાં સુધી રિપોર્ટ નેગેટિવ ના આવે ત્યાં સુધી દુરી બનાવવી જોઇએ.
જોકે ઘણીવાર જલ્દી ટેસ્ટ કરાવવાથી રિપોર્ટ નેગેટિવ આવે છે, પરંતુ જો શરીરમાં કોઇ લક્ષણ દેખાઇ રહ્યાં છે તો પણ તમે સંક્રમિત થઇ શકો છો. કૉવિડના લક્ષણો જેવા કે તાવ, માથાનો દુઃખાવો, ગળામાં ખરાશ કે શરીરમાં દુઃખાવો થાય છે, તો તમારે એકવાર ફરીથી કૉવિડ ટેસ્ટ કરાવી લેવો જોઇએ.
યુએસ સેન્સર ફૉર ડિસીઝ કન્ટ્રૉલ એન્ડ પ્રિવેન્શન એનાલિસીસ અનુસાર, ઓમિક્રૉનના ચાર લક્ષણો મોટા ભાગે લોકોમાં ખાસ જોવા મળી રહ્યા છે. જેમાં નાક નીતરવુ, કફ, ખાંસી અને થાક સામેલ છે. વળી હવે એઇમ્સ (અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન)એ ઓમિક્રૉનના એવા પાંચ લક્ષણો બતાવ્યો છે જે કોરોનાના અન્ય વેરિએન્ટથી અલગ છે. આ લક્ષણો દેખાવવા ગંભીર બની શકે છે. આવામાં લોકોને સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યુ છે, જાણો એઇમ્સે બતાવેલા પાંચ ખતરનાક લક્ષણો.............
એઇમ્સે બતાવેતા ઓમિક્રૉનના પાંચ ખતરનાક લક્ષણો (5 warning signs of Omicron)
1- ઓક્સિજન સેચૂરેશનમાં ઘટાડો
2- છાતીમાં સતત દુઃખાવો કે દબાણ અનુભવવુ.
3- શ્વાસ લેવામાં તકલીફ પડવી
4- મેન્ટલ કન્ફ્યૂઝન કે રિએક્શન ના આપો.
5- લક્ષણ 3-4 દિવસ કે વધુ દેખાય કે બગડતા દેખાય.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )