શોધખોળ કરો
Advertisement
માત્ર 2 કલાકમાં ખબર પડી જશે કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં, કેરળની મેડિકલ સંસ્થાએ વિકસાવી ટેસ્ટિંગ કિટ
દેશમાં અત્યાર સુધીમાં 13835 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જ્યારે 452 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને શુક્રવારે કહ્યું કે, કેરળની શ્રી ચિત્રા તિરૂનાલ આયુર્વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી સંસ્થાન, ત્રિવેન્દ્રમે ઓછી કિંમતમાં એક એવી ટેસ્ટિંગ કિટ વિકસિત કરી છે જે માત્ર બે કલાકમાં કોવિડ-19ની પુષ્ટિ કરી શકે છે.
હર્ષવર્ધને ટ્વીટ કરીને કહ્યું કે, ‘તિરૂવનંતપુરમની સંસ્થા દ્વારા વિકસિત કરવામાં આવેલ ટેસ્ટિંગ કિટ 10 મિનિટમાં કોરોના વાયરસ સંક્રમણ છે કે નહીં તે જાણી શકે છે અને સેમ્પલ લેવાથી લઈને પરિણામ આવવા સુધીમાં બે કલાકથી પણ ઓછો સમય લાગશે.’ એમશીન પર એક સાથે કુલ 30 સેમ્પલની તપાસ કરી શકાય છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કર્યું, ‘ચેપની પુષ્ટિ કરનારી ટેસ્ટ કિંટ, જે વાયરલ ન્યૂક્લિક એસિડનો ઉપયોગ કરીને સોર્સ-સીઓવી-2ના એન જીનને શોધે છે, તે ભલે વિશ્વમાં પોતાની રીતે પ્રથમ ન હોય પરંતુ આ પ્રકારની કેટલાકી તપાસ કિટમાં તે ચોક્કસ એક હશે.’
દેશમાં અત્યાર સુધીમાં 13835 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જ્યારે 452 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. જ્યારે 1767 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.
દેશમાં કોરોનાના કેસ વધવામાં 40 ટકાનો ઘટાડો આવ્યો છે. કોરોના પોઝિટીવ 13.6 ટકા દર્દીઓ ઠીક થયા છે. દેશમાં કોરોનાના 80 ટકા દર્દીઓ સ્વસ્થ થઇ રહ્યા છે. દેશમાં એન્ટી બોડીઝ પર કામ થઇ રહ્યુ છે. પ્લાઝ્મા ટેકનિકથી પણ સારવાર પર કામ કરી રહ્યા છે. રાજ્યોને પાંચ લાખ ટેસ્ટ કિટ આપવામાં આવી રહી છે. મે સુધીમાં 10 લાખ ટેસ્ટ કિટ તૈયાર કરવાનો પ્રયાસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion