શોધખોળ કરો

COVID-19: ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 649 થઈ, 13 લોકોના મોત

કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સમગ્ર દેશમાં 21 દિવસ એટલે કે 14 એપ્રિલ સુધી લોકડાઉન છે.

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 649 થઈ ગઈ છે. તેમાં 563 ભારતીય નાગરિક છે અને વિદેશી નાગરિક 43 છે. જ્યારે 13 લોકોના મોત થયા છે. 43 દર્દી ઠીક થઈ ગયા છે. કોરોના વાયરસના પોઝિટિવ કેસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં 128 છે. જ્યારે કેરળમાં 109, કર્ણાટકમાં 41, ગુજરાતમાં 38, યૂપીમાં 37, રાજસ્થાનમાં 36, તેલંગાનામાં 35, દિલ્હીમાં 31, પંજાબમાં 29, હરિયાણામાં 28, તમિલનાડુમાં 18, મધ્ય પ્રદેશમાં 14, લદ્દાખમાં 13 કોરોના વાયરસના સંક્રમિત દર્દી છે. વિશ્વના દેશોની વાત કરીએ તો ન્યૂઝ એજન્સી એએફનીની ગણતરી અનુસાર ડિસેમ્બરમાં ચીનમાં આ વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ 181 દેશમાં 4,27,940 કેસ સામે આવ્યા છે અને તેમાંથી 19,246 લોકોના મોત થયા છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સમગ્ર દેશમાં 21 દિવસ એટલે કે 14 એપ્રિલ સુધી લોકડાઉન છે. એટલે કે લોકો માત્ર જરૂરી સામામ માટે અથવા ઇમરજન્સીમાં ઘરમાંથી બહાર નીકળી શકે છે. સાથે જ બસ, રેલવે, હવાઈ સેવા પણ બંધ છે. પીએમ મોદીએ મંગળવારે સમગ્ર દેશમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ કોરોના વાયરસને કારણે ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા માટે સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનની અધ્ય7તામાં મંત્રી સમૂહની ગઈકાલે બેઠક મળી હતી. બેઠક બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં  અત્યાર સુધીમાં કોરોનાના 606 કેસ સામે આવ્યા છે. મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે સ્થિતિને નિયંત્રમમાં કરવા માટે દેશવ્યાપી લોકડાઉનની વચ્ચે વાયરસનું પરીક્ષણ અને સ્વાસ્થ્ય સેવાને વ્યાપક રીકે પ્રભાવી બનાવવાના ઉપાય સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, તે અંતર્ગત સ્વાસ્થકર્મીઓ માટે એન95 માસ્ક સહિત અન્ય જરૂરી સુરક્ષા ઉપકરણોની આપૂર્તિને સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સાથે જ આ વાયરસના ટેસ્ટ માટે સમગ્ર દેશમાં 29 ખાનગી લેબ અને 1600 સેમ્પલ કલેક્શન કેન્દ્રનું પણ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. બીજી બાજુ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની દેશભરમાં 118 લેબ કામ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget