શોધખોળ કરો
Advertisement
ગરમીમાંથી લોકોને રાહત મળશે, મોનસૂન 3 થી 4 દિવસમાં કેરળમાં દસ્તક દેશે
નવી દિલ્લીઃ લોકોને ગરમીમાંથી વહેલી રાહત મળે તેવા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. દેશ અને રાજ્યમાં પડી રહેલી ગરમીથી લોકો પરેશાન થઇ ગયા છે. ત્યારે હવામાન વિભાગે ચાલુ વર્ષે ચોમાસુ 3 થી 4 દિવસ વહેલુ બેસશવાની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. હવામાન વિભાગે ગુરૂવારના ઘોષણા કરી કે બસ 3 થી 4 દિવસમાં મેઘરાજા કેરળમાં દસ્તક દેશે.
કમજોર ચોમાસાની સંભાવનાનો ઈનકાર કરી હવામાન વિભાગે આગાહી કરી છે કે 6 કે 7 જૂનના મેઘરાજાની કેરળમાં પધરામણી થશે. આ વર્ષે દેશમાં 106 ટકા વરસાદ પડવાનો અનુમાન છે. એટલે કે સામાન્ય કરતાં 6 ટકા વધુ. જૂન-સપ્ટેંબરમાં ચોમાસું સામાન્યથી વધુ રહેશે. જુલાઈમાં 107 ટકા તો ઓગસ્ટમાં 104 ટકા વરસાદ પડશે. એટલે કે જુલાઈ-ઓગસ્ટમાં દેશના અનેક ક્ષેત્રમાં ભારે વરસાદથી પૂરની સંભાવના છે.
હવામાન વિભાગના અનુસાર ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ સામાન્ય કરતાં 108 ટકા રહેશે. જ્યારે મધ્ય ભારતમાં ઝમાઝમ વરસાદ પડશે. મધ્ય ભારતમાં વરસાદ સામાન્ય કરતાં 113 ટકા રહેશે. તો દક્ષિણ ભારતમાં પણ સામાન્ય કરતાં 113 ટકા રહેવાની સંભાવના છે. જ્યારે પૂર્વોત્તર ભારતમાં આ વખતે વરસાદ સામાન્ય કરતાં માત્ર 94 ટકા રહેશે.
ભારતના GDPમાં કૃષિની ભાગીદારી 15 ટકા છે અને કૃષિ પર દેશની 60 ટકા જનસંખ્યા નિર્ભર છે. એવામાં ચોમાસા પર ઘણે અંશે નિર્ભર રહેવું પડે છે. પરંતુ માત્ર 40 ટકા કૃષિ યોગ્ય જમીન સિંચાઈ અંતર્ગત આવે છે. ગત વર્ષે ચોમાસું નબળું રહ્યું હતું. જેના કારણે 11 રાજ્યોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement