શોધખોળ કરો
યુપીમાં બે ટેમ્પોની ઉપર ટ્રકે પલટી ખાધી, 16 લોકોના મોત, 5 ઘાયલ
પોલીસ અનુસાર, પૉસ્ટમોર્ટમ માટે મૃતકોને હૉસ્પીટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ કરીને તેમના પરિવારોનો સંપર્ક કરાઇ રહ્યો છે

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં એક દર્દનાક અકસ્માતની દૂર્ઘટના ઘટી છે. શાહજહાંપુરમાં એક ટ્રક મુસાફરોથી ભરેલા ટેમ્પો પર પલટી ખાઇ ગયો હતો, આ દૂર્ઘટનામાં 16 લોકોના મોત થયા હતા, વળી 5થી વધુ લોકો ઘાયલ થવાના રિપોર્ટ છે. ઘાયલોને ઉચિત સારવાર કરાવવા માટે ખસેડાઇ રહ્યાં છે. ઘટના પ્રમાણે, શાહજહાંપુરમાં એક ટ્રક ખીચોખીસ મુસાફરોથી ભરેલા ટેમ્પો પર પલટી ખાઇ ગયો હતો, ટેમ્પોમાં સવાર 16 લોકોનુ ઘટના સ્થળે જ મોત થઇ ગયુ હતુ. જોકે ખબર પડતાં પોલીસ અને તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યુ હતુ. હાલમાં ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
માહિતી પ્રમાણે, સીતાપુરથી કાપડાં લઇને આવી રહેલા એક ટ્રકે લખનઉ-દિલ્હી રાજમાર્ગ પર જમકા ચોરાની નજીક આગળ ચાલી રહેલા એક ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી, જેનાથી તે ખાડામાં જઇને પડ્યો હતો. આગળ જઇને બીજા એક મુસાફરી વાહનને પણ ટક્કર મારી હતી અને બેકાબુ થઇને તે પલટી ખાઇ ગયો હતો.
પોલીસ અનુસાર, પૉસ્ટમોર્ટમ માટે મૃતકોને હૉસ્પીટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ કરીને તેમના પરિવારોનો સંપર્ક કરાઇ રહ્યો છે.
માહિતી પ્રમાણે, સીતાપુરથી કાપડાં લઇને આવી રહેલા એક ટ્રકે લખનઉ-દિલ્હી રાજમાર્ગ પર જમકા ચોરાની નજીક આગળ ચાલી રહેલા એક ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી, જેનાથી તે ખાડામાં જઇને પડ્યો હતો. આગળ જઇને બીજા એક મુસાફરી વાહનને પણ ટક્કર મારી હતી અને બેકાબુ થઇને તે પલટી ખાઇ ગયો હતો.
પોલીસ અનુસાર, પૉસ્ટમોર્ટમ માટે મૃતકોને હૉસ્પીટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ કરીને તેમના પરિવારોનો સંપર્ક કરાઇ રહ્યો છે. વધુ વાંચો