શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: દેશમાં કોરોનાનો કેર, 24 કલાકમાં 4987 કેસ નોંધાયા, સંક્રમિતોની સંખ્યા 91 હજાર નજીક
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 90,927 પર પહોંચી છે. 2872 લોકોના મોત થયા છે અને 34,109 લોકો સાજા થઈ ગયા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 2850ને પાર કરી ગઈ છે, જ્યારે સંક્રમિતોની સંખ્યા 90,000ને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 4987 નવા કેસ નોંધાયા છે, જે અતયાર સુધીમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે, જ્યારે 120 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 90,927 પર પહોંચી છે. 2872 લોકોના મોત થયા છે અને 34,109 લોકો સાજા થઈ ગયા છે. હાલ 53,946 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત
મહારાષ્ટ્રમાં 1135, ગુજરાતમાં 625, મધ્યપ્રદેશમાં 243, દિલ્હીમાં 129, આંધ્રપ્રદેશમાં 49, આસામમાં 2, બિહારમાં 7, ચંદીગઢમાં 3, હરિયાણામાં 13, હિમાચલ પ્રદેશમાં 3, જમ્મુ-કાશ્મીરમાં 12, ઝારખંડમાં 3, કર્ણાટકમાં 36, કેરળમાં 4, મેઘાલયમાં 1, ઓડિશામાં 3, પુડ્ડુચેરીમાં 1, પંજાબમાં 32, રાજસ્થાનમાં 126, તમિલનાડુમાં 74, તેલંગાણામાં 34, ઉત્તરાખંડમાં 1, ઉત્તરપ્રદેશમાં 104 અને પશ્ચિમ બંગાળમાં 232 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 30 હજારને પાર
સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 30,706 પર પહોંચી છે. ગુજરાતમાં 10,988, તમિલનાડુમાં 10585, દિલ્હીમાં 9333, મધ્યપ્રદેશમાં 4789, રાજસ્થાનમાં 4960, ઉત્તરપ્રદેશમાં 4258, આંધ્રપ્રદેશમાં 2355, પંજાબમાં 1946, તેલંગાણામાં 1509, પશ્ચિમ બંગાળમાં 2576 સંક્રમિતો નોંધાયા છે.
રાહુલ મહાજન પત્ની સાથે થયો ક્વોરન્ટાઈન, રસોઈયાનો આવ્યો હતો કોરોના પોઝિટિવ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion