Hijab Row: ' બિકીની પહેરવી કે હિજાબ મહિલાઓની પસંદગી', જાણો કોંગ્રેસના કયા દિગ્ગજ મહિલા નેતાએ આપ્યું નિવેદન
Hijab Row: નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલાએ મહિલાઓને અભ્યાસથી વંચિત ન રાખવાની અપીલ કરી છે.
Karnataka Hijab Row: મલાલા યુસુફઝાઈ બાદ હવે કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ કૂદી પડ્યા છે. પ્રિયંકાના નિવેદનથી આ વિવાદ વધી શકે છે. પ્રિયંકા ગાંધીએ બુધવારે કહ્યું કે મહિલાઓએ બિકીની પહેરવી કે હિજાબ, તે તેમની પસંદગી છે. તેમને આ મામલે કોઈને સલાહ આપવાનો અધિકાર નથી.
પ્રિયંકા ગાંધીએ શું કહ્યું
કોંગ્રેસ મહાસચિવે લખ્યુ, મહિલાઓને તેમની મરજીના કપડા પહેરવાનો હક છે. આ હક તેમને બંધારણે આપ્યો છે. ટ્વીટના અંતમાં પ્રિયંકાએ તેના કેમ્પેનના હેશટેગ ‘લડકી હું લડ સકતી હું’ નો પણ ઉલ્લેખ કર્યો છે. પ્રિયંકા ગાંધીએ લખ્યું, ચાહે તે બિકિની હોય કે ઘૂંઘટ કે પછી જીંસ કે હિજાબ. શું પહેરવું તે મહિલાએ નક્કી કરવાનું છે. આ હક તેને બંધારણે આપ્યો છે. મહિલાઓને પ્રતાડિત કરવાનું બંધ કરો.
Whether it is a bikini, a ghoonghat, a pair of jeans or a hijab, it is a woman’s right to decide what she wants to wear.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 9, 2022
This right is GUARANTEED by the Indian constitution. Stop harassing women. #ladkihoonladsaktihoon
મલાલાએ કરી અપીલ, તાલિબાને આ વાત કહી
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલાએ મહિલાઓને અભ્યાસથી વંચિત ન રાખવાની અપીલ કરી છે. બીજી તરફ અફઘાનિસ્તાનમાં સત્તારૂઢ તાલિબાને પણ આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તાલિબાનનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં મહિલાઓએ બુરખામાં રહેવું પડશે.
ઓવૈસીએ ગઈકાલે કહી હતી આ વાત
કર્ણાટકમાં હિજાબને લઈને શરૂ થયેલા વિવાદને લઈ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, હિજાબ પર પ્રતિબંધનો આ નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્ણયોની વિરુદ્ધ છે. જો તેઓ આજે નમશે તો તેઓ કાયમ નમવું પડશે. અમે એ વીડિયો પણ જોયો કે અમારી એક બહાદુર દીકરી મોટરસાઇકલ પર હિજાબ પહેરીને આવે છે. કોલેજની અંદર આવતા જ 25-30 લોકો તેની પાસે આવે છે અને તેને ડરાવવાનો પ્રયાસ કરે છે. જયશ્રી રામની નારેબાજી કરવા લાગે છે. હું આ દીકરીની બહાદુરીને સલામ કરું છું. આ સરળ કાર્ય ન હતું. યુવતીએ તે યુવકો તરફ જોયું અને કહ્યું અલ્લાહ હુ અકબર - અલ્લાહ હુ અકબર. આ મિજાજ બનાવવાનો છે. મારી વાત યાદ રાખજો, આજે તમે નમીશો તો કાયમ નમવું પડશે.