શોધખોળ કરો

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનો કહેર, મણિમહેશ યાત્રામાં હજારો લોકો ફસાયા, ચંબામાં 11ના મોત 

હિમાચલ પ્રદેશના ચંબા સહિત ભરમૌરમાં ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. ભરમૌરનો સંપર્ક  સંપૂર્ણપણે કપાઈ ગયો છે.

શિમલા : હિમાચલ પ્રદેશના ચંબા સહિત ભરમૌરમાં ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. ભરમૌરનો સંપર્ક  સંપૂર્ણપણે કપાઈ ગયો છે. ઘણી જગ્યાએ રસ્તા તૂટી ગયા છે. ઘણા ભાગોમાં ટેલિકોમ્યુનિકેશન સેવાઓ પણ પુનઃસ્થાપિત થઈ રહી નથી. મણિ મહેશમાં હજારો યાત્રાળુઓ ફસાયેલા છે. હિમાચલ  પ્રદેશમાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. બિયાસ નદી બે કાંઠી વહી રહી છે.  હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.     

છેલ્લા ચાર-પાંચ દિવસથી ભૂસ્ખલન અને સતત ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં જનજીવન ખોરવાઈ ગયું છે. લોકો પોતાના વાહનો છોડીને પગપાળા નીકળી પડ્યા છે. ચંબા જિલ્લાના ભરમૌરમાં પ્રખ્યાત મણિ મહેશ યાત્રા ચાલી રહી છે.   

ચંબામાં અત્યાર સુધીમાં 11  લોકોના મોત થયા છે

છેલ્લા ચાર દિવસથી મોબાઈલ નેટવર્ક બંધ હતું, જેના કારણે યાત્રા પર ગયેલા યાત્રાળુઓ તેમના પરિવારના સભ્યોનો સંપર્ક કરી શક્યા ન હતા અને તેઓ ચિંતિત હતા. ભરમૌરમાં પણ મણિ મહેશ યાત્રા પર ગયેલા લોકો ભૂસ્ખલન અને રસ્તામાં અવરોધને કારણે ઘણી જગ્યાએ ફસાયેલા છે. ચંબામાં અત્યાર સુધીમાં 11  લોકોના મોત થયા છે. યાત્રા બંધ કરવામાં આવી છે.

મણિ મહેશથી 3,000 લોકો પાછા ફર્યા છે, જ્યારે 7,000 યાત્રાળુઓ હજુ પણ ફસાયેલા છે. વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓની માહિતી માટે હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા છે. આ યાત્રા દર વર્ષે જન્માષ્ટમીથી રાધાષ્ટમી સુધી યોજવામાં આવે છે. 

ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે

તમને જણાવી દઈએ કે, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. રાજ્યભરમાં બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 795 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને પાંચ જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સતત વરસાદને કારણે બિયાસ નદીનું પાણીનું સ્તર વધી રહ્યું છે.

IMD એ ચંબા, કાંગડા અને મંડી માટે બે દિવસ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. ભૂસ્ખલનને કારણે ઘણી જગ્યાએ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ચંબા જિલ્લામાં પાંચ ઘર ધરાશાયી થયા છે. હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget