શોધખોળ કરો
Advertisement
હિંદી દિવસ: જાણો હિંદી ભાષા સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્ય વિશે
14 સમ્ટેમ્બર 1949ના દિવસે હિંદીને રાષ્ટ્રભાષાનો દરજ્જો મળ્યો હતો. ત્યારથી દર વર્ષે હિંદી દિવસ તરીકે દેશભરમાં ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નવી દિલ્હી: આજે દેશભરમાં હિંદી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. હિંદીની ઓળખ માત્ર ભારતમાં જ નહીં વિશ્વ ફલક પર પણ છે. દુનિયાના અનેક દેશોમાં હિંદી બોલાય આવે છે. આ ભાષાનો પ્રચાર-પ્રસાર સતત થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 14 સપ્ટેમ્બર 1949ના દિવસે હિંદીને રાષ્ટ્રભાષાનો દરજ્જો મળ્યો હતો. ત્યારથી દર વર્ષે હિંદી દિવસ તરીકે દેશભરમાં ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હિંદી દિવસ પર જાણો હિંદી ભાષા સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો..
- 14 સમ્ટેમ્બર 1949ના દિવસે હિંદીને રાષ્ટ્રભાષાનો દરજ્જો મળ્યો હતો.
- હિંદી ભાષાના પ્રચાર માટે નાગપુરમાં 10 જાન્યુઆરી 1975 ના રોજ વિશ્વ હિંદી સન્મેલન યોજાયું હતું. જેમાં 30 દેશના 122 પ્રતિનિધિઓ સામેલ થયા હતા.
- હિંદીની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે આજે દુનિયામાં હિંદી ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે.
- ભારતમાં લગભગ 77 ટકા લોકો હિંદી લખતા, વાંચતા, બોલે છે.
- આજે વિશ્વની 176 જેટલી યુનિવર્સિટીઓમાં હિંદી એક વિષય તરીકે ભણાવવામાં આવે છે.
- હિંદી પ્રત્યે વધી રહેલી લોકોની રુચીને ધ્યાનમાં લેતા 2006 બાદ સમગ્ર દુનિયામાં 10 જાન્યુઆરીએ હિંદી દિવસ ઉજવવામાં આવે છે.
- ભારત સિવાય નેપાળ, મૉરિશસ, ફિજી, સૂરીનામ, યૂગાંડા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને કેનેડા જેવા દેશોમાં હિંદી બોલનારાઓની સંખ્યા સારી એવી છે.
- હિંદીનું નામ ફારસી ભાષાના ‘હિંદ’શબ્દ પરથી છે. જેનો અર્થ ‘સિંધુ નદીની ભૂમિ’ થાય છે.
- હિંદી ભાષાનું વધી રહેલા મહત્વને જોતા અચ્છા, બડા દિન, બચ્ચા, સૂર્ય નમસ્કાર જેવા તમામ હિંદી શબ્દોને ઑક્સફર્ડ ડિક્શનરીમાં સમાવેશ કર્યા છે.
- ફિજી એક એવું દ્વીપ દેશ છે જ્યાં હિંદીને આધિકારિક ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેના કારણે તેને ફિજિયન હિંદી કે ફિજિયન હિંદુસ્તાની પણ કહેવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion